________________
* ૩. અન્ય ટ્રસ્ટો દ્વારા જે સ્કૂલો ચાલતી હોય તેમાં અથવા જૈન ટ્રસ્ટો દ્વારા ચાલતી સ્કૂલો-કૉલેજોમાં જૈનીઝમનો એક વિષય Add કરવો, જેથી બાળકોમાં - યુવાનોમાં જૈનત્વના ભાવો જળવાઈ રહે. માનવીય ગુણોનો વિકાસ થાય, માનવતાના મંગલ પાઠો દ્વારા ગુણવૃદ્ધિ થાય, દોષોનો ત્યાગ થાય, ભ.મ.ના સિદ્ધાંતો, સ્યાદ્વાદ, અનેકાંતવાદ, અપરિગ્રહ કે વિશ્વમાન્ય છે તેની સમજણ આવે.
* ૪. પાઠશાળામાં માત્ર સૂત્રો ગોખાવવા કે અર્થ ગોખાવવાનું નહિ, પણ ધર્મકથાનુયોગના માધ્યમથી અધ્યયન કરાવવાથી રસ ટકી રહે છે. શક્ય હોય ત્યાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. ધર્મના પાઠોમાં, કથાઓમાં, અન્ય ચર્ચામાં પણ વૈજ્ઞાનિક તર્કબદ્ધ દૃષ્ટિકોણ રાખવો જોઈએ. જૈન ધર્મની એક પણ ક્રિયા એવી નથી જેમાં વૈજ્ઞાનિક અભિગમ ન હોય - છ આવશ્યક - યોગા પ્રાણાયામ. ચમત્કારો નહિ પણ સ્ટોરીની વાસ્તવિકતા, સ્વાભાવિકતા, વિશેષતા સમજાવવી. આધ્યાત્મિક વિકાસ સાથે મારા ભગવાને શારીરિક સ્વાસ્થ્યની, માનસિક શાંતિની ચિંતા ન કરી હોય. બહિરાત્માને પરમાત્મા બનવાની માસ્ટર કી આપી દીધી છે. જેથી બાળકો, યુવાનોને સમજાય પછી તેના પરથી તેના જેવા વિચાર હશે તેવી તેની ઓરા બનશે. (૫) ભિન્ન ભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરવું. ધાર્મિક નાટકો, ગીતો,
રવિવારીય શિબિર, વેકેશનમાં શિબિરોનું આયોજન કરવું, જેથી વિદ્યાર્થીઓની બૌદ્ધિકશક્તિનો, વાચિકશક્તિનો વિકાસ થાય. સારાં પ્રોત્સાહિત ઇનામો આપી ઉત્સાહ વધારી શકાય.
(૬) ક્યારેક પ્રવાસમાં ગુરુદર્શને લઈ જવા, પ્રકૃતિદર્શન કરવા લઈ જઈ પ્રત્યક્ષ ગુરુના સાંનિધ્યનું મહત્ત્વ સમજાવવું. જીવનમાં ગુરુનું શું સ્થાન હોવું જોઈએ, ગુરુને સમર્પિત થવાથી શું આત્મિક લાભ થાય તેની સમજણ આપવી.
(૭) ધર્મના બેઝિક સંસ્કારો એટલે કે વિનય, વિવેક, દયા, કરુણા. સેવાના ભાવો શું છે, તેને જીવનમાં જાળવી રાખી ધાર્મિક આરાધના કરવી જોઈએ, પણ ધર્મ કે ધર્મની સાધના પર રેપર ન હોવા જોઈએ.
(૮) વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણનો સમન્વય શક્ય હોય ત્યાં કરાવવો. ઉપાશ્રયમાં જ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કૉમ્પ્યુટર વગેરેના શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ રાખવાથી અમુક પ્રકારના તાલીમ વર્ગોનું આયોજન કરવાથી પણ બાળકો અને યુવાનો ધર્મસ્થાનકોમાં આવતાં થશે.
જ્ઞાનધારા -3
૧૨૫
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩