________________
“આવા જ હેતુઓ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓ શરીરાદિ પ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.”
(પાના નં. 325) આત્માની સમાધિના માટેના વિચારો નીચે પ્રમાણે છે :
“અરી સમાધિ છે સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે, અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી. તોય સહન કરીએ છીએ. સત્સંગી “પર્વત’ને નામે જેમનું નામ છે, તેમને યથાયોગ્ય.”
(પાના નં. 309) આત્મસ્વરૂપ પામવા માટે લોકોત્તર દૃષ્ટિની જરૂર છે -
લૌકિકદષ્ટિ અને અલૌકિકદષ્ટિમાં મોટો ભેદ છે લૌકિકદષ્ટિ વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે.”
(પાના નં. 514) પરિગ્રહના ભારથી મુક્ત થવાય તો ચિત્ત નિર્વિકલ્પ દશામાં આવે છે અને આત્મસ્વરૂપનું દર્શન થાય છે. રાજચંદ્રજી જણાવે છે કે –
“દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાય છે હે! આર્યજનો ! અતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત - અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. મોટા ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહીં ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (પાના નં. 620)
મનની સ્થિરતા પ્રાપ્ત થવી દુર્લભ છે, છતાં મનુષ્ય જન્મ જ તે માટે પુરુષાર્થ કરવાથી સ્થિરતા પ્રાપ્ત થતા આત્મા શુદ્ધસ્વરૂપ સહજ સાધ્ય બને છે.
રાગ-દ્વેષની પરિણતિ દૂર થાય અને સમત્વભાવની વૃદ્ધિ થાય, એટલે આત્મસ્વરૂપ પ્રાપ્ત થવાનો માર્ગ મળી ગયો છે એમ સમજવું. શ્રીમદ્ભી વાણી છે કે - - “રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય એમાં સંશમ નથી.”
(પાના નં 563)
Bi:
જ્ઞાનધારા - ૩.
સાહિત્ય જ્ઞાનસત્ર- ૩
R
: 11