________________
આ નમસ્કાર મહામંત્રના વિસ્તાર રૂપે અનેક બીજા મંત્રો રચાયા છે જેને 'નવસ્મરણ” ગણવામાં આવ્યાં છે. તે નવકાર મંત્ર સિવાયના બીજા આઠ સ્મરણ ઉવસગ્ગહર સ્તોત્ર, સંતિકરમ સ્તોત્ર, નમિઉણસ્તોત્ર, ત્તિજ્યપહર સ્તોત્ર, અજિતશાંતિ સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર અને બૃહ શાંતિ સ્તોત્ર. આ સર્વે નવકાર મંત્રના વિસ્તાર રૂપ સ્તોત્ર છે. જેમાં પંચપરમેષ્ઠીમાંથી કોઇપણ એકને લઇને તેના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધાજ સ્તોત્રમાં મંત્રનો સમાવેશ થયેલો છે અને તેની આરાધના કરવાથી કર્મની નિર્જરા થાય છે. આત્મા પર લાગેલાં કર્મનાં આવરણોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેમ જ મંત્રોની ઉપાસના દ્વારા સર્વકાર્ય સિદ્ધ થાય છે. મુશ્કેલીઓમાંથી માર્ગ મળે છે અને આવેલી મુસીબતો સમસ્યાઓ, ઉપસર્ગોમાંથી મુક્તિ મળે છે. અર્થાત્ મંત્ર માનવીનું આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયની સામે રક્ષણ કરે છે.
ૐકારની ઉત્પત્તિ
કારની ઉત્પત્તિ કોઇ દૈવી તત્ત્વો સાથે સંબંધ ધરાવે છે. ૐકાર સહુથી પ્રથમ બ્રહ્માજીનો કંઠભેદીને નીકળ્યો છે, તેથી તે માંગલિક છે. ૐકાર માટે બીજો ઉલ્લેખ એવો છે કે ૐકાર સહુથી પ્રથમ શિવજીના મુખમાંથી નીકળેલો છે અને તેમના સ્વરૂપનો બોધ કરાવનારો છે.
પરમાત્મા, પરમેશ્વર કે શિવરૂપી સનાતન તત્ત્વમાંથી શક્તિ પ્રકટ થાય છે ત્યારે સંપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઇ ગણાય છે. શક્તિતંત્રોની ભાષામાં એને વર્ણવીએ તો પરમાનંદ વિભવશિવ” માં જ્યારે નાનાવ વિસ્તારની ઇચ્છા થાય છે, ત્યારે તે સકલ શિવ અને શક્તિનાં રૂપમાં પોતાને દ્વિધા વિભક્ત કરી લે છે અને તે બંનેની અભિન્ન શક્તિ અહંતાપ્રધાન 'નાદ તથા ઇદંતા પ્રધાન બિંદુ માં પ્રકાશિત થાય છે. આ બંનેને જ ઇચ્છાશક્તિ” અને 'ક્રિયાશક્તિ' કહે છે. પરમ શિવની જ્ઞાનશક્તિ વડે તે બંને એકી સાથે ઊઠે
Hજ્ઞાનધારા-૧૬
૮૬
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e