________________
મંત્ર અને મંત્રમાં ઝંકાર
ડૉ. રેખા વોરા
(બી. એ.સમાજશાસ્ત્ર, એમ. એ. સમાજશાસ્ત્ર તથા એમ. એ. અર્થશાસ્ત્ર સાથે કરેલ છે. જૈનસ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર વિષય ઉપર મુંબઇ યુનિ. એ પીએચ. ડી. ની ડીગ્રી એનાયત કરેલ છે. ૧૩ વર્ષથી એક્યુપ્રેશરની પ્રેક્ટીસ, મેગ્નેટ થેરાપી, નેચરોપથી, મસાજ થેરાપી, હાર્ટ થેરેપી વગેરેનો અભ્યાસ. દેશ વિદેશમાં અનેકને શિબિરો યોજીલાભ આપ્યો છે. વિદેશમાં અનેક સ્થળે લેક્ટર માટે નિમંત્રણો મળે છે.)
મંત્ર શબ્દ સંસ્કૃત ભાષાનો છે. મંત્ર શબ્દમન ધાતુમાં ટન તથાધમ્પ્રત્યય લાગીને બને છે. આ વ્યુત્પત્તિ અનુસાર એનો અર્થ થાય છે જેના દ્વારા આત્માના આદેશનો સાક્ષાત્કાર કરવામાં આવે છે તે મંત્ર છે. બીજી વ્યુત્પત્તિમાં મન ધાતુનો વિચાર પરક એવો અર્થ કરવામાં આવે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે જેના દ્વારા આત્માની વિશુદ્ધતા પર વિચાર થઇ શકે છે તે મંત્ર છે. ત્રીજી વ્યુત્પત્તિમાં મધાતુને સત્કારાર્થમાં લેતાં તેનો અર્થ થાય છે, જેના દ્વારા મહાન આત્માઓનો સત્કાર કરવામાં આવે છે, તે મંત્ર છે. ચોથા અર્થમાં જ્યારે મન ને શબદ માનીને ત્ર પ્રત્યય લગાવીને મંત્ર શબદ બનાવવાથી એ અર્થપ્રગટ છે કે મંત્ર એ શદશક્તિ છે જેનાથી માનવીને લૌકિક-પરલૌકિક રટણ મળે છે.
વ્યુત્પત્તિની દષ્ટિએ પોતાની ઇષ્ટ સિદ્ધિ માટે જે શબ્દ કે શબ્દરાશિનું ફરી ફરીને ગુણરીતે આવર્તન કરાય છે તે મંત્ર છે. વર્ણનસમૂહ અથવા તો શબ્દસમૂહમાં નિશ્ચિત આવર્તનથી જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડનું ઐક્ય જાણવાની શક્તિ મંત્ર વડે મળે છે. જેના મનનથી સંસારના પાશબંધનથી પ્રાપ્ત થનારી જીવદશાની મુક્ત સાધ્ય બને છે તે મંત્ર છે અને જેના જયથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષાદિ ચાતુર્વર્ગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પણ મંત્ર છે.
જ્ઞાનધારા-૧
( ૮૩
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e