________________
આચાર્ય મુકુન્દ
-ડૉ. શેખરચંદ્ર જૈન
(અમદાવાદથી પ્રસિદ્ધ થતાં તીર્થંકરવાણી' સામયિકના વિદ્વાન તંત્રી, દેશવિદેશમાં અવારનવાર જૈનધર્મ પર પ્રવચનો આપે છે. જૈનધર્મની અનેક સંસ્થા સાથે સંક્ળાયેલા છે, આશાપુરા જૈન મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.)
દિગમ્બર આમ્નાયમાં આચાર્ય કુકુન્દનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.દિગંબર પરંપરામાં તો ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી કુકુન્દાચાર્યને જ વંદના કરવામાં આવે છે. વંદનાનો આ શ્લોક નીચે
મજબ છેઃ
मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी ।
मंगलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
આનો અર્થ છે કે ભગવાન મહાવીર, ગૌતમ પ્રભુ અને ધર્મની સાથે કુકુન્દાચાર્ય પણ મંગળ સ્વરૂપ છે. જો સંપૂર્ણ જૈન સાહિત્ય ઉપર દ્રષ્ટિ કરીએ તો દ્રવ્યાનુયોગ અથાત્ દર્શનના આટલા મોટા ગજાના વિદ્વાન અન્યત્ર દેખાતા નથી.
જ્યાં સુધી તેમની ઐતિહાસિકતાનો પ્રશ્ન છે તેના વિષે પૂર્ણ જાણકારી પ્રપ્ત થતી નથી. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સાહિત્ય કે ગ્રંથોમાં આચાર્ય કે કવિઓ પોતાના નામનો ઉલ્લેખ ખૂબ જ ઓછો કે નહિવત કરતા હતા. આવું જ શ્રી કુન્દકુન્દાચાર્ય સાથે પણ થયું હશે. આ કારણે જ આપણે નિશ્ચિત રૂપે તેમના વિષે વિશેષ નક્કર માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. જો કે‘બારસઅણુવેક્ખા’ ગ્રંથમાં એમના નામનો ઉલ્લેખ પ્રથમ વખત જ જોવા મળે છે.
इदि णिच्छय-ववहारं जं भणियं कुन्दकुन्दमुणिणाहे । जो भावइ सुद्धमणो सो पावइ परमणिव्वाणं ।।
ભાવાર્થ એ કે કુન્દકુન્દાચાર્યે નિશ્ચય અને વ્યવહાર સંબંધે જે કથન કર્યું છે તેને શુદ્ધ હૃદયથી સ્વીકારનાર પરમનિર્વાણને પ્રપ્ત કરે છે. આ પરિપ્રેક્ષ્યમાં
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
જ્ઞાનધારા-૧
૨૯