________________
ચાર પ્રકારના નિક્ષેપોનો ઉલ્લેખ કરતાં શ્રીમજીનામ સ્થાપનાનું મહત્ત્વ શિક્ષા પાઠ-૧૪ માં જણાવે છે કેઃ
સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરો તો સઘળાપૂજ્ય છે ત્યારે નામથી ભક્તિ કરવાની કંઇ જરૂર છે ?
હા, અવશ્ય છે, અનંત સિદ્ધ સ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધ સ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું ? એ વિચારતા ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંતયા, મહાનધ્યાન, એ સઘળાનું સ્મરણ થશે, તેઓના અહંત તીર્થકરપદમાં જે નામથી તેઓ વિહાર કરતાં હતાં તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્ર, અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહાલાભદાયક છે, જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ, ક્યારે કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા, એ ચરિત્રોની સ્મૃતિ થશે અને એથી આપણે વૈરાગ્ય, વિવેક, ઇત્યાદિકનો ઉદય પામીએ.
શિક્ષાપાઠ૧૮ ચાર ગતિ
શાતાવેદનીય- અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચિત જાણવી જોઇએ.
૧) નરકની ગતિ - મહારંભ - મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક. તીવ્ર હિંસાના કરનારા જીવો અઘોર નરકમાં પડે છે ત્યાં લેશ પણ સાતા, વિશ્રામ કે સુખ નથી. મહાઅંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે. અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂત સંકડાશ, અશાતા, અને વલવલાટ સહન કરવો પડે
જ્ઞાનધારા-૧=
૨૬ )
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e