________________
આ બધાં વ્યસનોને દૂર કરવા કે રોકવા માટે એક સમયે કેટલાંક પત્રોએ wÄfk જૈન’, જિનવાણી', 'અણુવ્રત', 'ઓસવાલ સુધારક', 'જૈન સિદ્ધાંત સાર', વગેરેએ ઘણું કામ કર્યું હતું.
વર્તમાનમાં આ દિશામાં કેટલાકપત્રો ખાસ કરીને 'અણુવ્રત આંદોલનની’ દિશામાં અણુવ્રત પાક્ષિક મહત્ત્વનું કાર્ય કરી રહ્યું છે.
જૈન પત્રોએ શુદ્ધ શ્રમણ ધર્મની આરાધના પર ભાર મૂકવો જોઇએ. ધર્મક્રિયાઓ પર પંજીપતિઓના વધતા જતા વર્ચસ્વ પર અનેક પત્રોએ કટાક્ષ કર્યાનાં ઉદાહરણો છે.
આજની યુવાપેઢી વેષપૂજા, નામ-પૂજા, પદવી-પૂજા, શાસ્ત્ર-પૂજા અને જાતજાતના નિર્જીવ ક્રિયાકાંડોની પૂજા પ્રત્યે શ્રદ્ધા બતાવતા નથી. એમની શ્રદ્ધાના પાત્ર બનવા માટે ચારિત્રની ઉચ્ચતા, નિષ્કામ પ્રાણવાન કર્મશક્તિ , અને જ્ઞાનનો ભવ્ય પ્રકાશ હોવો જોઇએ.
આમ વર્તમાન ચતુર્વિધ સંઘની શિથિલતાઓને દૂર કરવામાં પત્રકારની ભૂમિકા અતિ મહત્ત્વની છે. પત્રકારે પોતાની નૈતિકતા, નિષ્ઠા અને નિર્ભયતાપૂર્વક પોતાની આ ભૂમિકા સાકાર કરવા સદાય તત્પર રહેવું જોઇએ.
જ્ઞાનધારા-૧
૩૦૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧