________________
"લાખ ગુણે તમે ગુરુના સંભારજે અંતરમાં આનંદ ઉભરાય“આવા પરમ પુનિત ગુરુવર્યોના દૂરથી પણ ભાવ દર્શન કરતા મન પુલકિત થઇ ઊઠે
છે.
પૈસા ખરચવાથી ધ્યાન નહીં દૈહિક સટ્ટતા મળે છે. જપની પ્રભાવનાની લાલસાથી આત્મીય લજ્જા ગુમાવી બેસાય છે. જે જપ કે ધ્યાન અંતરના બંધ દ્વારને ખોલી નાખે- અંતરને નિર્મળ બનાવી શકે - રાગદ્વેષની ગ્રંથિઓને તોડી શકે તે જ જાપ, તે જ ધ્યાન સાચા અર્થમાં આત્મિક ઉત્થાન કરાવનાર છે. જેમ જેમ સંખ્યા અને સમય વધતો જાય તેમ તેમ આત્મિક આનંદ સાગરની જેમ ઉછાળા મારે રોમેરોમ પ્રભુની લગનથી પુલકિત બની જાય. તિજ્ઞાણ – તારિયાણ જેવા ગુરવર્યો અને મહાનુભાવો પોતાની પરમ શુદ્ધવિશુદ્ધ ભાવનાથી આપતા રહે અને અમારા જેવા પામર પણ તેટલી જ ભાવનાથી જપ-ધ્યાન કરતા રહીશું તો જરૂર તેનું પરિણામ શ્રેષ્ઠ રહેશે.નાના બાળકની રડવાની કોઇ ભાષા નથી હોતી તેવી જ રીતે જપ-ધ્યાનની રીત-નિયમો થોડા અલગ હોઇ શકે પણ બધાં એક જ આત્મસુખ તરફ જ વળેલા છે.
આવા પરમ સમ્યકત્વી જપ-ધ્યાનની સાધકોની સાધનામાં દિન પ્રતિદિન વધારો થતો રહે, તેઓ પણ બીજા આત્માઓને આ તરફ વાળતા રહે તે જ મંગલ પ્રાર્થના.
જ્ઞાનધારા-૧
૨૫
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧