________________
આપણે એક વાત તો સ્વીકારીએ છીએ કે મોક્ષ ન મળે ત્યાં સુધી આત્મા નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્ય ગતિમાં ભટકે છે, પરંતુ જ્યારે તેને મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે ત્યારે જ તે ધર્મનું આરાધન કરી શકે છે. તો ધર્મનું આરાધન કરવું હોય, સાધના કરવી હોય તો તે આપણા દેહ-શરીર દ્વારા જ થઇ શકે. શરીરમાધ ખલુ ધર્મસાધનમ્ કહેવામાં આવ્યું છે. તો આ દેહ-શરીર તંદુરસ્ત રહે તે ખાસ જરૂરી છે.
તેમજ જૈનધર્મમાં જયણા ઉપર વિશેષ ભાર આપવામાં આવેલ છે. જયણા એટલે જીવનના રોજિંદા વ્યવહારમાં – ગૃહપાલનમાં એવી રીતે વર્તવું – સફાઇ રાખવી જેથી જીવોની ઉત્પત્તિ વિના કારણે ન થાય જેથી પછી આ જીવોને મારવા-હણવા પડે. જેમકે થાળીમાં એઠું ન રાખવું - થાળી ધોઇને પી જવી અને પછી આ થાળીમાં બેક્ટેરીયા – સૂક્ષ્મ જીવો પણ પેદા ન થાય માટે તે થાળી વાસણોને ૪૮ મિનિટ પહેલાં જ સાફ કરવા – માંજી લેવા.
આપણે જ્યારે અન્ય જીવોની આ પ્રમાણે જયણા કરીએ છીએ ત્યારે શરીર એવું તંદુરસ્ત રાખવું જોઇએ જેથી તેમાં રોગોની - રોગના જંતુઓની ઉત્પત્તિ જ ન થાય અને તેવા જંતુઓ-રોગોના બેકટેરીઆને મારવા માટે એન્ટી-બાયોટિક દવાઓ લેવી પડે.
-
સમાજકલ્યાણનો પણ ખ્યાલ જૈનોમાં રાખવામાં આવેલ છે. જેમકે પાખી પ્રતિક્રમણ કે સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે મોટો સમુદાય ભેગો થયો હોય ત્યારે છીંકનો નિષેધ છે. કારણ કે તપસ્વીઓ તપ કરીને શારીરિક રીતે નબળાં પડયાં હોય – પુરુષો માત્ર ધોતિયું પહેરીને ખુલ્લાં શરીરે બેઠા હોય. ત્યારે જો કોઇને છીંક આવે તો બીજાને શરદીનો ચેપ લાગવાનો સંભવ થાય. એટલે તે વખતે છીંક ન આવે તે માટે આપણને આચાર્ય મહારાજે સમજાવ્યું છે કે બંને ટચલી આંગળી બંને અંગૂઠાની વચ્ચે જોરથી દબાવી રાખવી. આ વાત પાછળ પણ વિજ્ઞાન છે. જ્યારે બંને ટચલી આંગળીઓ
જ્ઞાનધારા-૧
२७८
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧