________________
ચતુર્વિધ સંઘોની વર્તમાન પરિસ્થિતિ અને તેમાં સંતો, દાનવીરો, વિદ્વાનો, લેખકો અને પત્રકારોની ભૂમિકા
ધનલક્ષ્મીબેન બદાણી
(નાગપૂર સ્થિત ધનલક્ષ્મીબેન જૈનપ્રકાશ, કાઠીયાવાડી જૈન વગેરે સામાયિકોમાં અવારનવાર લેખો લખે છે, પૂ. જગજીવનજી મહારાજ અધ્યાત્મ કેંદ્ર પેટરબાર સાથે સંકળાયેલા છે.)
ભગવાન મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાન પશ્ચાત્ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જેમાં જૈનશાસનના ચાર સ્થંભ ગણાવ્યા ? ૧) સાધુ, ૨) સાધ્વી, ૩) શ્રાવક, ૪) શ્રાવિકા
કેવળજ્ઞાન પશ્ચાત ભગવાનના શ્રીમુખેથી નીકળેલ અમૃતવાણીનું ચૌદ પૂર્વધારી ગણધરોએ શાસ્ત્ર રૂપે ગુંફન કર્યું. જે આપણા પંચમ આરાના સંઘો માટે, તીર્થકરોનાવિયોગમાં ૩૨ શાસ્ત્રો જ સર્વસ્વ છે. અત્યારે આપણી પાસે તીર્થકરો નથી, ગણધરો નથી, અને આચાર્યો તથા ઉપાધ્યાયો પણ લગભગ નથી જ.ત્યારે વર્તમાનમાં સ્થાનકવાસી સંપ્રદાય માટે હાલ વિચરતા ત્યાગી જ્ઞાની સાધુ-સાધ્વી આદિ ગુરૂભગવંતો 'નમો લોએ સવ્વસાહૂણ રૂપે વિરાજિત છે. તેઓ જ આપણા દેવગુરૂ, ધર્મપૂજનીય તથા આરાધ્ય દેવ છે.
જાગો નિંદ ત્યાગો શીખ સુનો સંતોકી ઈન સંતોમેં ઝલક અરિહંતોકી
આ સંત સતીઓ જ જૈનશાસનના સ્થાપક, સંચાલક તથા છઠ્ઠા આરાસુધી જૈન શાસનને ઝળહળતું જયવંત ચિરસ્થાયી રાખનાર છે.
જ્ઞાનધારા-૧
૨૦૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=