________________
અત્યંતર તપ (ગુપ્ત તપ) – પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય,ધ્યાન, કાયોત્સર્ગ
૫) વીર્યાચાર – ચારે તીર્થને યથોચિત્ત સહાય પોતે આપીને તથા બીજા પાસે અપાવીને ધર્મવૃધ્ધિના કામમાં વીર્યબળ ફોરવે છે તે વીર્યાચાર.
ભારતીય તત્ત્વચિંતકોએ માનવ જીવનની શ્રેષ્ઠતા અને સાર્થકતા માટે ઉંડાણથી ચિંતન કર્યું છે વુલમો હત્ન માનુસે ભવે માં માનવજન્મની દુર્લભતા દર્શાવી છે. જીવનને ગતિશીલ બનાવી રાખવા વ્રતનિયમનું પાલન અત્યંત જરૂરી છે. મહાવ્રત ને અણુવ્રતથી ફક્ત સમસ્યાઓ જ નથી ઉકેલાતી પણ વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાનું સમાધાન પણ કરે છે.
જેમ સંસ્કાર ચેનલ પર રોજનો એક પ્રશ્ન પ્રાચીન સંસ્કૃતિ પર પૂછવામાં આવે છે, તેમ આપણે પણ એક Question Bank તૈયાર કરીએ જૈનાચારની, રોજનો પ્રશ્ન ચેનલ પર રાખીએ, રેડિયો પર broadcast કરીએ ને જવાબ આપનારાઓને સારા ઇનામોથી માનપાન આપી, તેમનું સામાન્ય બહુમાન કરશું તો જરૂરથી મોટો વર્ગ જૈન તત્ત્વ જાણવામાં ને પછી અનુસરવા માંડશે. લાડનું તેમજ હેમચંદ્રાચાર્ય જેવી જૈન વિધાપીઠો શરૂ થઇ એ આનંદની વાત છે પણ હજી વધુ ને વધુ જૈન વિદ્યાપીઠો સ્થપાય ને અભ્યાસક્રમમાં જૈન તત્ત્વને સ્થાન મળે તો કેવું સરસ !
વર્તમાનપત્ર, મેગેઝીન, રેડિયો, ટી. વી., કેબલ ચેનલ, સી. ડી. તેમજ વેબસાઇટ, કોમ્પ્યુટર, આકાશવાણી, વિજ્ઞાને અવનવી શોધો દ્વારા જગતભરની પ્રજાને એકમેકની ખૂબ નજદીક લાવીને એક નૂતન નવરચનાનું કાર્ય આરંભી દીધું છે. ધાર્મિક ક્ષેત્રે રૂઢિગત પ્રણાલિકાઓ અને સ્વીકૃત માન્યતાઓમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ભારતના ધાર્મિક ઇતિહાસમાં ડોકિયું કરીએ તો સનાતન ધર્મ, બૌદ્ધધર્મ, ખ્રીસ્તી, ઇસ્લામ, ને પારસી ધર્મના પણ તત્ત્વદર્શનો ચાલી આવે છે.
જ્ઞાનધારા-૧
૨૫૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧