________________
રચના કરી, જે સર્વથા મૌલિક છે. જૈન ન્યાયનો સંસ્કૃત ભાષામાં એ સર્વપ્રથમ ગ્રંથ છે. એ લઘુ કૃતિમાં પ્રમાણ,પ્રમાતા,પ્રમેય અને પ્રમિતિ આ ચાર તત્ત્વોની જૈનદર્શન સમ્મત વ્યાખ્યા કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે, સાથે સાથે નયનાં લક્ષણોનું પણ વિવેચન કર્યું છે.
૨) કલ્યાણમંદિરસ્તોત્રઃ જેમાં પાર્શ્વનાથ ભગવાનની સુંદર સ્તુતિગાથારૂપે સંસ્કૃતમાં છે. ૩) દ્વાત્રિશિંકાઃ આચાર્ય સિદ્ધસેનરચિત ૨૧ દ્વાત્રિશિકા આજે ઉપલબ્ધ છે. તેમાં પ્રથમ પ દ્વાઝિશિકામાં ભગવાન મહાવીર પ્રતિ ઊંડી ભક્તિ વ્યક્ત કરી છે. શેષ દ્વાત્રિશિંકાઓમાં જૈનેતર દર્શન, જૈનદર્શન, આત્મસ્વરૂપ વગેરે વિવિધ વિષયો પર ચિંતન કર્યું છે. આચાર્ય સિદ્ધસેનની દ્વાત્રિશિંકાનો પ્રભાવ આચાર્ય હેમચંદ્રની બંને બત્રીસીઓ અને સમત્તભદ્રના સ્વયંભૂ સ્તોત્ર અને યુકત્યનુશાસન નામની દાર્શનિક સ્તુતિઓ પર દેખાઇ આવે છે, જેમાં તેમનું અનુકરણ કરવામાં આવ્યું છે.
૪) સન્મતિપ્રકરણગ્રંથ આચાર્ય સિદ્ધસેન દ્વારા વિરચિત આગ્રંથ દાર્શનિક જગતમાં એક ગૌરવપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. ચંદ્રની સોળ કળાની જેમ તેમનું કલા-કૌશલ્ય અહીંખીલેલું જણાય છે.પ્રાકૃતમાં રચિત આ ગ્રંથમાં ત્રણ કાંડ છે. જેમાં પ્રથમ કાંડમાં પ૪ ગાથા, દ્વિતીયમાં ૪૩ અને તૃતીયમાં ૭૦ ગાથાઓ છે. પ્રથમ અને તૃતીય કાંડમાં વિભિન્ન વિરોધી અવધારણાઓમાં અનેકાન્તના આધાર પર સમન્વય સ્થાપિત કર્યો છે અને દ્વિતીય કાંડમાં જ્ઞાન અને દર્શનની વિસ્તૃત મીમાંસા કરી છે.
સન્મતિ પ્રકરણ ગ્રંથ પ્રભાવક ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. પ્રભાવક ગ્રંથ માટે એવું કહેવાય છે કે જેઓ આગ્રંથ ભણતાં હોય ત્યારે કોઇ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ કરે તો પણ તેને કોઇ પ્રાયશ્ચિત આવતું નથી અને તે પુસ્તકને નાશ થતું અટકાવવા માટે તેને કોઇ અનાર્ય દેશમાં લઇ જવાની પણ છૂટ અપાય
જ્ઞાનધારા-૧૫
૨૪૫)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E