________________
જે જીવોને સંસારપરિભ્રમણમાં એક વખત પણ ગ્રંથિભેદ અને સમ્યગદર્શન થાય છે તો તે જીવો દેશઉણ અધ્ધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તો પણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમકિત નિર્મળ થતું જાય તેમ ભાવ ઓછા કરવાના રહે.
એટલે આપણે 'શ્રી પુદ્ગલપરાવર્તસ્તવ’ના રચનાર મહાત્માએ એમાં અંતે જે પ્રાર્થના કરી છે તે જ પ્રાર્થના કરીએ
नाना पुद्गल पुद्गलावलि परावर्तानन्तानहं , पूरंपूरमियचिरं कियदशं वाढं दृढं नोढवान् । दृष्टवा दृष्टचरं भवन्तमधुना भक्त्यार्थयामि प्रभो,
तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयः श्रियं प्रापय ।। (અનેક પુદ્ગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમી ભમીને હે પ્રભુ! હુંઘણું દુઃખ પામ્યો છે. હવે આપને દષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુઃખ (શ) થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી (મોક્ષરૂપી) લક્ષ્મીને હુંપ્રાપ્ત કરું.)
-જ્ઞાનધારા-
જ્ઞાનધારા-૧
=૧૩
૨૩૬
–જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
હિત્ય જ્ઞાનસત્ર-૧૬