________________
(૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત (૭) બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત અને (૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે
पोग्गल परियट्टो इह दव्वाइ चउव्विहो मुणेयव्वो ।
थूलेयरभेएहिं जह होइ तहा निसामेइ ।।
(દ્રવ્ય વગેરે પુદ્ગલ પરાવર્ત ચાર પ્રકારના જાણવા. એમાં પણ સ્થૂલ અને સૂક્ષ્મ એવા ભેદો કહેલા છે.)
સંસારપરિભ્રમણમાં જીવ આ આઠેપ્રકારના પુદ્ગલ પરાવર્ત કરતો આવ્યો છે.આ આઠે પુદ્ગલ પરાવર્તમાં એક પૂરું થાય પછી જીવ બીજું પુદ્ગલ પરાવર્ત ચાલુ કરે એવું નથી.આઠે પુદ્ગલ પરાવર્ત સાથે સાથે જ ચાલે છે. વળી એવું નથી કે એક પરાવર્ત પૂરું થયું એટલે કામ પતી ગયું, અથવા આઠે પરાવર્ત પૂરાં થયા એટલે વાતનો અંત આવી ગયો.એક પરાવર્ત પુરું થતાં બીજું તત્ક્ષણ ચાલુ થઈ જાય છે. એ રીતે જીવે અનાદિ કાળથી વર્તમાનકાળ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા છે.
આઠે પ્રકારના પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ કોઈને તરત ન સમજાય એવું છે. એ માટે ઉદાહરણ તરીકે મેં નીચે આપેલી રમતો ઉપયોગી થઈ પડશે.
રમત-૧
-
ઊભી અને આડી લીટીઓ દોરીને ઊભાં દસ અને આડાં દસ - એ રીતે ગણતાં કુલ ૧૦૦ ખાનાં કરવાં. એ દરેક ખાનામાં અનુક્રમે ૧ થી ૧૦૦ ની સંખ્યા લખવામાં આવે. હવે એક જણ એક કોથળીમાં ઢગલો કરીને રાખેલી ૧૦૦ સોગઠીઓમાંથી એક પછી એક સોગઠી કાઢે. દરેક સોગઠી ઉપર કોઈ એક આંકડો લખ્યો હોય. એવી એકથી સો સુધીની સોગઠી કોથળીમાં છે. જેમ જેમ એક એક સોગઠીં નીકળતી જાય તેમ તેમ બીજા રમનારે કાગળના કોઠામાં તે તે આંકડા ઉપર ચોકડી કરવી. એ રીતે બધી સોગઠી પૂરી થશે તેની સાથે કાગળ પરની ચોકડીઓ પણ પૂરી થશે.આ એક પ્રકારનું પરાવર્તન પૂરું થયું કહેવાય.
જ્ઞાનધારા-૧
૨૨૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧