________________
છે. તેનું એક રહસ્ય એ છે કે જૈન શ્રીમંતો લક્ષ્મી ને સત્કાર્યો માટે સહજ રીતે ત્યાગી શકે છેને તેવીજ રીતે લક્ષ્મી તેમની સાથે સ્વયં પાછી આવીને વસવાટ કરવાનું પસંદ કરે છે. જૈન શ્રેષ્ઠી જગડુશાહનું નામ દાનવીરો છેક ભૂતકાળથી આજ સુધી વિવિધ ક્ષેત્રોમાં ઉદાર હૃદયે દાન આપી રહ્યા છે. વિવિધ પૌરાણિક હસ્તપ્રતોની સાચવણી, ભંડારો, કબાટો આ બધા સુરક્ષિત રાખવામાં દાનવીરોનો મોટો ફાળો છે. જિનમંદિરોની ભવ્યતા, સમૃદ્ધિ બધુ જ દાનવીરોથી જ છે. તપોવન, મહાવીર જૈન વિધાલય, વિરાયતન, શ્રાવિકાશાળા જેવી સંસ્કાર સીંચતી સંસ્થાઓમાં પણ દાનવીરોનો બહુ મોટો ફાળો છે. સાધર્મિકોનું જતન, સાત ક્ષેત્રની સમૃદ્ધિ બધું જ દાનવીરોની સહાયથી વ્યવસ્થિત ચાલે છે. આ દાનથી દાનવીરો પણ અઢળક પુણ્ય કમાય છે. ભવાંતરમાં પણ આ ધર્મ અને તક મળે તેવું પુણ્ય તેઓ પ્રાપ્ત કરે છે.લક્ષ્મીનો મોહ છોડવાનું આ કામ અત્યંત કઠીન છે. પ્રશંસનીય છે.
લક્ષ્મી સાથે નામનો પણ મોહ છોડે તો શ્રીમંતાઈ દીપી ઊઠે અને પરભવનું પણ ઉંચુચ ભાતું બંધાય. કારણકે નામનો મહિમા મૃત્યુ પછી મટી જાય છે.મર્યા પછી નવો જન્મ લઈ કોઈ પોતાના બાવલા પાસે આવે તો પોતે પણ તે બાવલાને ક્યાં ઓળખી શકે છે ? ગુપ્તદાન ઊંચું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે.
પત્રકારોની ભૂમિકા
પ્રથમ અમદાવાદમાંથી `જૈન દીપક' નામનું માસિક પત્ર પ્રગટ થયું આ પત્રથી જૈન પત્રકારત્વનો દીપક પ્રગટથયો. તે આજ સુધી અખંડઝળહળે છે.. સં ૧૯૫૯ થી ૧૯૮૨ માં બધા ફીરકાના મળીને ૬૦૦ થી વધુ જૈન પત્રો પ્રગટ થયા છે. પ્રથમ તબક્કાના જૈનધર્મપ્રકાશ, જૈન હિતેચ્છુ અને જૈન સાપ્તાહિક આ ત્રણેયનું આગવું પ્રદાન છે. ઐતિહાસિક માહિતી ધરાવે છે.
જ્ઞાનધારા-૧
૨૧૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧