________________
વિદ્વાનની ભૂમિકા વિદ્વાનોની ભૂમિકા વિષે વિચારીએ તો ખરી રીતે દરેક શ્રાવક વિદ્વાન હોવો જોઈએ. સ્વાધ્યાય કરી વિદ્વતાપ્રાપ્ત કરવી એતો પ્રભુ મહાવીરની આજ્ઞા છે. પ્રભુ મહાવીરના સમયમાં તંગિયા નગરીના લગભગ બધા જ શ્રાવકો વિદ્વાન હતા ભગવતીસૂત્રમાં પ્રભુ મહાવીરને પૂછાયેલા ૩૬૦૦૦ પ્રશ્નોમાંના કેટલાક પ્રશ્નો તુંગિયા નગરના વિદ્વાન શ્રાવકોના પૂછાયેલા છે.
વર્તમાન સમયમાં પણ વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલ 'યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા’ અને મહેસાણાઅની શેઠ વેણીચંદ સૂરચંદભાઈએ સ્થાપેલ પાઠશાળાએ અનેક વિદ્વાનોને જન્મ આપ્યો. પંડિત સુખલાલજી, બેચરદાસજી, હરગોવિંદદાસ, પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ, ભગવાનલાલ ઈંદ્રજી, ભાંડારકર, સતીશચંદ્ર, વિધાભૂષણ, દલસુખભાઈ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, હરીલાલ કાપડિયા, મુનિશ્રી જિનવિજયજી, મુનિશ્રી જંબુવિજયજી, પં છબીલદાસજી, પં મુકતભાઈ, પંડિત ધીરૂભાઈ અને આપણી સમક્ષ ઉપસ્થિત પર દર્શન અભ્યાસી પંડિત શ્રી જિતુભાઈ, વર્તમાન વિદ્વજનોના પિતામહ જેવા ડૉ. રમણલાલ ચી શાહ અને મહાન પિતાના વિદ્વાન પુત્ર શ્રી કુમારપાળ દેસાઈ, ગુણવંત ભાઈ અને અન્ય વિદ્વજનો.
સામાયિક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, વગેરે રોજની ક્રિયાઓનું સૂક્ષ્મ સ્વરૂપ લોકોને સમજાવે, નિત નવા બનતા જીવનમંદિરોમાં બેઠેલા પ્રભુજીનું મૂલ્ય સમજાવે, અતિચાર એટલે શું તે સમજાવે, તપાચાર થી મળતા અદ્ભુત આનંદનું રહસ્ય સમજાવે તો કથા સાથે જ્ઞાન ભળતા તેના અદ્ભુત, અલ્પનિય પરિણામો પ્રાપ્ત થાય.
વિદ્વતજનો બીજી એ વાત પર લક્ષ્ય આપે તેમના વારસદારો તૈયાર કરવાનું. તેમના જેવી યોગ્યતાવાળા વારસદારો તૈયાર હશે તો જૈનસંઘની
જ્ઞાનધારા-૧)
૨૦૯)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E