________________
નક્કી કરી, અમલ કરવા જેવો છે. જૈનધર્મનો તેથી વિસ્તાર થશે અને અનેક શ્રાવક-શ્રાવિકાઓ ધર્મ પામશે.
જૈનધર્મ અંગે એક મત એવો પણ પ્રવર્તે છે કે "યુવાનો જૈન ધર્મથી વિમુખ થતા જાય છે.” અલબત્ત તેમનેધર્માનુરાગી બનાવવા અને શક્તિશાળી બનાવવા અનેક ધર્મગુરુઓ શિબિરો દ્વારા પ્રયત્નશીલ છે જ. છતાં સરેરાશ યુવાન ધર્મનિષ્ઠ ઓછા છે. જૈનધર્મમાં વર્તમાનમાં જ્ઞાન અને ક્રિયા પર ઘણો જ ભાર અપાય છે. તેના પ્રમાણમાં સેવા પર ઓછો ભાર અપાય છે. જો સેવા પર સૌથી વધુ ભાર અપાય, ચાલો જિનાલય” ને બદલે 'ચાલો જિનાલયથી જનાલય’ એવું સૂત્ર આવે તો આ રચનાત્મક, માનવતાના કામથી યુવાનો તો આકર્ષાય જ. ઉપરાંત મહાન રચનાત્મક માનવતાનું કાર્ય થાય.
એક આદિવાસી, સગર્ભા સ્ત્રીને પૂછે કે થોડા દિવસ પછી તારી પ્રસૂતિ છે. તને તેની ચિંતા નથી? તો તે કહેશે "બાજુવાળા ફાધર, મધર, બ્રધર કે સિસ્ટર મારી પ્રસૂતિની વ્યવસ્થા કરશે મને ચિંતા નથી” તેને ખ્રિસ્તીઓ પર શ્રદ્ધા છે. વિશ્વાસ છે. આપણે જૈનો સેવાધર્મને અગ્રતા આપી આવો વિશ્વાસ ઉત્પન્ન ન કરી શકીએ? અત્રે એ યાદ કરવું અસ્થાને નહિ ગણાય કે ભારતભરમાં સહુથી વધારે દાન જેનો આપે છે. જ્યાં જ્યાં દેરાસર, ઉપાશ્રય, સ્થાનક કે જૈન ધર્મસ્થાન બંધાય ત્યાં ત્યાં એક નાનકડું દવાખાનું, આરોગ્ય કેન્દ્ર કે શાળા – મહાશાળા બાંધવાનું પણ ટ્રસ્ટીઓએ રાખવું જોઈએ. શ્રવકો, ટ્રસ્ટીઓ અને મહાત્માઓ માટે અઘરું નથી. માત્ર એક અભિગમ કેળવવાનો છે. તેનાથી લાંબાગાળે, અનાયાસે જૈનધર્મની પ્રતિષ્ઠા અને વ્યાપ પણ વધશે.
બિનસાંપ્રદાયિક ભારત સર્વધર્મને માન આપી વ્યાયધર્મની પ્રભાવના કરી શકે છે.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૨ ૦૩
૨૦૩
નૂર્જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧