________________
પાંચમા અંતિમ અધિકારમાં આઠમી પત્ની જયશ્રી જંબુકુમારને દીક્ષા ન લેવાનું સમજાવતાં નાગશ્રીની કથા કહે છે, જેના પ્રત્યુત્તર રૂપે જંબુકુમાર લલિતાંગકુમારની કથા કહે છે.
સમગ્ર રાસમાં વૈરાગ્યનો મહિમા રજૂ કરતી અગિયાર દષ્ટાંતકથાઓ જંબુમારના મુખે રજૂ થઇ છે. ત્રણ પ્રભાવ ચોરની સમક્ષ અને આઠેય પત્નીઓ સમક્ષ એકએકમળીને કુલ આઠ. ઉપરાંત ચાર મહાવીર ભગવાનને મુખે અને આઠેય પત્નીઓ દ્વારા એકએક મળીને આઠ. એમ બધી મળીને કુલ ત્રેવીશ દષ્ટાંતકથાઓ અહીં છે. આ બધી કથાઓ ભાવશબલતા અને સંઘર્ષથી પૂર્ણ હોઇ સ્વતંત્ર કથા તરીકે પણ રસપ્રદ છે. પરંતુ એનું સ્વતંત્ર કથા તરીકેનું મૂલ્ય ભાવકચિત્તમાં અંકાતું નથી. કારણકે કેન્દ્રસ્થાને જંબુકુમાર છે. બીજી કથા માટે કુતૂહલ રહે છે અને એમ જંબુકુમાર રાસ એક કથાકૃતિ તરીકે વિકસે છે. આમ યશોવિજયજી પરંપરાને અનુષંગે પોતાની રીતે રાસકૃતિ માટે આવું કથાનક પસંદ કરીને અંતે એમાંથી કથાનું નિર્માણ કરી શક્યા એ મધ્યકાલીન ગુજરાતી રાસસાહિત્યની પરંપરામાં વિષયસામગ્રીની દષ્ટિએ મહત્ત્વનું ઉદાહરણ છે.
(2) 'જંબુસ્વામી રાસનું કથાનક આમ દષ્ટાંતકથાઓથી સભર છે. પરંપરામાંથી પ્રાપ્ત આ બધી કથાઓને એમણે પોતાની રીતે પધમાં કાળી છે. એરીતે યશોવિજયજી દ્વારાપુનઃઅભિવ્યક્તિ પામેલી આ કથાઓ એમની દષ્ટિપૂત વિનિયોગશક્તિની પરિચાયક છે. દષ્ટાંતકથાઓનાં ચરિત્રનાં વર્ણનોમાં કે પ્રસંગોલેખનમાં અનેક સ્થાને પોતાની સર્ગશક્તિનો પરિચય તેમણે કરાવ્યો છે. લલિતાંગકુમારનું આલેખન, જંબુકુમારના દીક્ષા પ્રસંગનું આલેખન તથા એ માટે સંઘનું રૂપક પ્રયોજ્યું છે એ બધાંને આના ઉદાહરણ રૂપે નિર્દેશી શકાય.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
-
/૧૦
૧૦
= જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬