________________
શ્રાવકોને સહયોગ આપ્યા વિનાપ્રગટ અને પ્રબળ વિરોધ દર્શાવવાનું નૈતિક બળ વ્યક્ત કરે, નિવૃત્તિના માર્ગના વર્તુલનું કેન્દ્રબિંદુ છૂટી ન જાય અને છતાં વર્તુલ વિકસતું જ રહે એવી ચારિત્રનિષ્ઠા તેના લલાટનું તેજોમય આભામંડળ રચે અને તેના સેવ્ય પદની રક્ષા કરે. સંતો સેવ્ય છે. સેવક નહીં, એ સ્વયં ન ભૂલે અને શ્રમણોપાસકોને ભૂલવા ન દે.
સાધર્મિક કલ્યાણની વર્તમાનની તીવ્ર માંગને પહોંચી વળવા ખરા અર્થમાં પ્રેરકબની સ્વસ્થ, સમૃદ્ધ, સજાજ અણે સ્વધર્મ પ્રિય શ્રમણોપાસકોનું વિશ્વ સર્જાવામાં માર્ગદર્શક બને એ ભૂમિકા આજની સૌથી પ્રથમ માંગ છે. સાધુના માર્ગદર્શન વિનાનો શ્રાવકસમાજ હંમેશાં અધૂરો જ રહે. જૈન શ્રાવકો જગતમાં હંમેશાં વિશ્વના દાનવીરોમાં મૂર્ધન્ય સ્થાને રહ્યાં છે.
આવા દાનવીરો જૈનદર્શનના પ્રાણસમી સર્વ જીવોના કલ્યાણની ભાવનાને સાકાર કરી શકે છે.નામી, અનામી દાતોઓનું સ્થાન ગૌરવવંતુ છે જ. જૈન ધર્મ દાન’ શબ્દ સાથે અપરિગ્રહ ભાવને જોડે છે. પરિગ્રહસંજ્ઞા તોડવાના ઉત્કૃષ્ટપ્રગટતું દાન અને એ પણ આત્યંતર તપના બાહ્ય લક્ષણરૂપ જો હોય તો એ ધર્મનું અંગ, અન્યથા વ્યવહાર ક્રિયા માત્ર જ ગણાય એવી સમજણ સાથે દાનવીરો જો દાનનીગંગા વહાવેતો જૈનધર્મપ્રભાવનાના અનેક કાર્યો સંભવિત બની શકે. શ્રી ભગવતીજીઆગમની વાંચના સાંભળતા ગૌતમ (ગોયમ) શબ્દ કાનમાં જેટલી વખત પડે એટલી સોનામહોર મૂકી ૩૬૦૦૦ સુવર્ણમુદ્રા દ્વારા આગમ પ્રચાર-પ્રસાર કરનાર પેથડશા હોય કે દુષ્કાળો નિવારવા ધન ભંડાર ખુલ્લા મુક્તા દાનવીરો હોય! વસ્તુપાળ, તેજપાળની જિનેશ્વર ભક્તિ હોય કે પુણ્યાશ્રાવકની સાધર્મભક્તિ હોય જૈનઈતિહાસ તેજસ્વી તારલાથી ઝળહળતો જ રહે છે. આ પ્રકાશમાંથી પ્રેરણા લઈ, કીર્તિદાન, અહં પોષક કે પ્રેરક તુચ્છ દાનોની વિભાવનામાંથી બહાર આવી દાનવીરો તેમાં દાન દ્વારા ચતુર્વિધ તીર્થના ઉદ્ધારમાં અનન્ય ફાળો આપી શકે. સંસારની કોઈ પણ કલ્યાણપ્રવૃત્તિ આર્થિક સહયોગવિના
=જ્ઞાનધારા-૧F
૧૯૮
= જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=