________________
હસ્તપ્રતોમાંથી જૈન હસ્તપ્રતો અલગ તારવી લેવામાં આવી અને એક હેંડલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું. જેના લગભગ ૧૫૦૦ જેટલી હસ્તપ્રતો નોંધવામાં આવી.
ઇ.સં ૨૦૦૩ દરમ્યાન આ સંસ્થાની હસ્તપ્રતના DESCRIPTIVE CATALOUGE નું કાર્ય શરૂ કરવામાં આવ્યું. પાંચ મહિનાના ટૂંકા ગાળામાં આશરે ૪૫૦ જેટલી હસ્તપ્રતનું કેટલોગ કાર્ય કરવામાં આવ્યું.
આ લાયબ્રેરીની કેટલીક નોંધપાત્ર હસ્તપ્રતો નીચે પ્રમાણે છે ઃ પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રત શ્રી હેમચંદ્રાચાર્યકૃત અભિધાનચિંતામણિ (B369) ઇ.સં ૧૨૯૩ ની કાગળ પર લખાયેલી પત્ર ૪૮ ની હસ્તપ્રત ખાસ નોંધપાત્ર છે.
જસહરચરિઉ (I 125) નામની સચિત્ર હસ્તપ્રતમાં ૩૫ જેટલાં સુંદર રંગીન ચિત્રો છે.
ગણિતપંચવિશંતિ શ્રીધર પ્રત નામની વિરલ હસ્તપ્રત (MSQ 1217)એક નોંધપાત્ર પ્રાચીન હસ્તપ્રત છે
કાલિકા આર્યકથા (MSB365)ની ઇ.સં ૧૫ મી સદીની સુંદર સોનેરી ચિત્રો સહિત હસ્તપ્રત લક્ષપાત્ર છે.
પિંડવિશુદ્ધિ (B1502)ઇ.સં ૧૩ મી સદીમાં લખાયેલી હસ્તપ્રત નોંધપાત્ર છે. ધાતુપાઠશ્રીહેમચંદ્રાચાર્ય કૃત ૧૩મી સદીની કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રત અત્રે જોવા મળે છે.
સંગ્રહણી સૂત્ર સચિત્ર પ્રતો પણ અત્રે સંગ્રહાયેલી છે. જૈનાચાર્યકૃત આયુર્વેદ અને ચિકિત્સા શાસ્ત્રની પરના મૂળ ગ્રંથો અને તેવી કૃતિઓ પર લખાયેલા જૈનાચાર્ય કૃત ટીકાત્મક સાહિત્ય પણ અત્રે વિપુલ પ્રમાણમાં સચવાયેલ છે. કેટલીક જંબુદ્વીપ', 'અઢીદ્વીપ ક્ષેત્ર સમાસના રંગીન વસ્ત્રપટ્ટો પણ અહીં
જોવા મળે છે.
જ્ઞાનધારા-૧
૧૬૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧