________________
નવી શૈક્ષણિક પ્રથા ચાલુ થઇ. અનેક નવા શૈક્ષણિક ક્ષેત્રે ખેડાણ શરૂ થયું. હસ્તપ્રત વિધાશાસ્ત્રમાં પણ નવું ખેડાણ થવું- આના વિકાસમાં વિટિશરોનો નોંધપાત્ર ફાળો છે. વિવિધ - સર્વ - ખોજને અંતે અનેક હસ્તપ્રતો શોધી કાઢવામાં આવી. જેમાં વિપુલ પ્રમાણમાં જૈન હસ્તપ્રતો મળી આવી. ઇ.સ.૧૮૫૦થી આ પ્રવૃત્તિ ચાલુ થઇ હતી.
યુરોપિયન વિદ્વાનોને હસ્તપ્રતોમાં સારો એવો રસ પડ્યો. તેઓએ આ સંદર્ભમાં અનેક સંશોધન કરવા માંડ્યાં. જેને પરિણામે ભારતીય હસ્તપ્રતોખાસ કરીને જૈન હસ્તપ્રતો ભારત બહારના પ્રદેશો, જર્મની, ઓસ્ટ્રીયા, ઇટાલી, ફ્રાન્સ, યુ.કે, વગેરેમાં સંગ્રહાઇ. યુરોપીઅન સંશોધકો ડૉ. હર્મન જેકોબી, શુબિંગ, બુલ્ડર, બેન્ડલ, પુલ, આલ્સડોર્ફવગેરેએ આ ક્ષેત્રમાં તલસ્પર્શી, ઊંડુ અને સુદીર્ઘ ખેડાણ કર્યું. જેને પરિણામે ભારતીય હસ્તપ્રતો ભારત બાહ્યપ્રદેશોમાં સારી સંખ્યામાં સંગ્રહિત થઇ. આજે બ્રિટિશ લાયબ્રેરી લંડન, બ્રિટિશ મ્યુઝિયમ(લંડન), વેલ્કમ ટ્રસ્ટ(લંડન), ઓક્સફોર્ડ યુનિવર્સિટી, રોયલ અને એશિયાટિક સોસાયટી (લંડન), કેમ્બ્રીજ યુનિવર્સિટી(લંડન), ફ્લોરેન્સ યુનિવર્સિટી( ઇટલી), સ્ટ્રાન્સબર્ગ યુનિવર્સિટી, પેરિસ યુનિવર્સિટી, બર્લિન લાયબ્રેરી, વગેરેમાં અનેક સ્થળોએ ભારતીય હસ્તપ્રતો - જૈન હસ્તપ્રતો મળી આવે છે.
બ્રિટિશ લાયબ્રેરી, લંડન બ્રિટિશ લાયબ્રેરીમાં આશરે ૪૨૦૦૦ હસ્તપ્રતોનો વિશાળ સંગ્રહ છે. જેમાં એશિયાની ૮૦ જેટલી વિવિધ ભાષાની હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. જેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી, ફારસી, ઉર્દુ, બલુચી, અવસ્થા બંગાલી, ભૂતાની, કમ્બોડિયન, ચાઇનીઝ, હિબ્રુ, જાપાનીઝ, બર્મીઝ, મલયાલમ, ઓરિયા,પહેલવી, પર્શિયન, સિંહાલી, વગેરે ભાષાની હસ્તપ્રતો જોવા મળે છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
૧૬૦
૧૬૦
= જનસાહિત્ય જ્ઞાનસત્ર-15