________________
શબ્દકોશ તો અચૂક આપવો જોઇએ. એ જ રીતે વિષયસૂચિ તેમજ અન્ય શબ્દસૂચિઓ પણ આપી શકાય. ભાષા, છંદ વગેરે દૃષ્ટિએ ઉપયોગી પરિશિષ્ટો મૂકી શકાય. પણ એ બધા મુદ્દાઓની ચર્ચા આ લેખમાં મેં પ્રસ્તુત ગણી નથી એટલે અહીં એનો ઉલ્લેખમાત્ર કરીને જ અટકું છું.
હસ્તપ્રત-સંપાદનનું કામ એ કેવળ એક કાગળ પરથી બીજા કાગળ પરનો ઉતારો કે નકલ નથી પણ સત્યશોધની કેડીએ આગળ વધવાનો પ્રીતિપૂર્વકનો પુરુષાર્થ છે.
જ્ઞાનધારા-૧
૧૫૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧