________________
યથાવત્ સ્વીકારી લેવો અને બાકીની પ્રતોના પાઠભેદ માત્ર પાઠાંતરો તરીકે જ નોંધવા. મુખ્ય પ્રત સિવાયની પ્રતોમાંથી કોઇ પાઠ વધારે સ્વીકાર્ય જણાય ત્યારે એ પાઠને વાચના માટે સ્વીકારી, મુખ્ય પ્રતનો પાઠ પાઠાંતર તરીકે નોંધવાનો રહે. અન્ય પ્રતોની આવી પાઠ સ્વીકૃતિનાં ઘણાં કારણો હોઇ શકે છે. આવાં અનેક કારણો પૈકીનાં કેટલાક અહીં નોંધ્યા છે. ૧) મુખ્યઃ પ્રતનો પાઠ ભ્રષ્ટ હોય અને અન્ય પ્રત/પ્રતો શુદ્ધપાઠ આપતી હોય. મારા'ગુણરત્નાકરછંદ' ના સંપાદનમાં મેં જે મુખ્ય પ્રતનો વાચના માટે આધાર લીધો હતો એની પહેલી ગાથામાં જ એક પાઠ લેખદોષવાળો હોઇને બદલાવાનો થયો હતો. સરસ્વતીદેવીની સ્તુતિમાં મુખ્ય પ્રત સિવાયની બધી જ પ્રતોનો પાઠ આમ હતો -
'
સરસ્વતીદેવી
વિચરતિ કવિજન હ્રદયે સમે સંસારભયહરણી
(સંસારના ભયોને હરી લેનારી સરસ્વતીદેવી કવિજનના સુકોમળ હૃદયમાં વિચરે છે)
પણ મુખ્ય પ્રત`વિચરતિ' ને સ્થાને વિરચિત’પાઠ આપતી હતી જે સ્પષ્ટપણે લેખનદોષ છે.
.......
આ પરથી જોઇ શકાશે કે જો એક જ હસ્તપ્રતને આધારે જો વાચના કરવાની હોત તો આ લેખનદોષવાળો પાઠ વાચનામાં સામેલ રાખીને કેવળ અનુમાનથી શુદ્ધ પાઠનો નિર્દેશ કરવાનો રહેત. જ્યારે અન્ય પ્રતોને ઉપયોગમાં લેવાથી શુદ્ધ પાઠનું પ્રત્યક્ષ પ્રમાણ મળી રહે છે.
૨) પધાત્મક કૃતિના છંદોલયમાં અક્ષર/માત્રાની થૂનાધિકતા – એ પણ પાઠ બદલાવાનું એક કારણ બને છે. સરસ્વતીવર્ણનમાં મુખ્ય પ્રતની પંક્તિ આમ હતી – 'હસ્તકમંડલપુસ્તકવીણા સુહમણગ્ગાણનાણગુણલીણા' જ્યારે અન્ય પ્રતો `મણ' શબ્દ સમાસમાંથી બાદ કરીને આ પંક્તિ આપતી હતી. છંદાલેયના માપમાં એ વધારે શુદ્ધ પાઠ હતો અને વળી અન્ય પ્રતોનો
જ્ઞાનધારા-૧
૧૫૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧