________________
હસ્તપ્રત સંશોધન - સંપાદનની પ્રવૃત્તિ
ડો. જિતેન્દ્ર શાહ (શારદાબેન ચિમનલાલ લીટરરી એન્ડએડ્યુકેશનલ રિસર્ચ સેન્ટર અમદાવાદ, એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદના ડાયરેક્ટર, પ્રાધ્યાપક જિદ્રભાઇ દેશવિદેશમાં જૈનધર્મ પર અવારનવાર શોધપૂર્ણ નિબંધો રજૂ કરે છે, પ્રાચીન અને મધ્યકાલીન જૈનહસ્તપ્રતોના સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે.)
હસ્તપ્રતો એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ભારતીય સંસ્કૃતિની ત્રણ મુખ્ય ધારાઓ વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં પોતપોતાના દર્શન અનુસાર જ્ઞાનની પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી રહી છે. આ પ્રવૃત્તિઓનો પ્રારંભ તો પ્રાચીન કાળથી જ ચાલુ થઇ ગયો હતો. ભારતના ઋષિમુનિઓ અને મનીષીઓએ જ્ઞાન અને વિજ્ઞાનની વિભિન્ન શાખાઓમાં ઘણું જ ઊંડું ચિંતન કર્યું હતું. આ ચિંતનના પરિપાક રૂપે જ્ઞાન-વિજ્ઞાનનાં અનેક અદ્ભુત રહસ્યો પ્રાપ્ત થયાં હતાં. શરૂઆતમાં તો જ્ઞાનનો આ પ્રવાહ શ્રુતપરંપરા એટલે કે ગુરુ-શિષ્યની પરંપરાથી નિરંતર ચાલતો રહ્યો. પરંતુ જ્યારે સ્મૃતિ મંદ પડવા લાગી અને જ્ઞાન નષ્ટ થવાનાં એંધાણ જણાવવા લાગ્યાં ત્યારે ગ્રંથલેખનનું કાર્ય શરૂ થયું. પૂર્વના કાળમાં તો આજના જેવી યંત્રસામગ્રી ન હતી તેથી તેઓ ગ્રંથ હાથેથી જ લખીને તૈયાર કરતા અને એક જ ગ્રંથની વધુ નકલોની જરૂર પડે તો લહિયાઓ દ્વારા ગ્રંથ લખાવી તૈયાર કરાવવામાં આવતા હતા.
ભારતની ઉપરોક્ત ત્રણેય પરંપરામાં ગ્રંથલેખન અને તેની જાળવણીનું કાર્ય થતું હતું. પરંતુ કોઈ અગમ્ય કારણોસર બૌદ્ધ અને વૈદિક પરંપરામાં આ પ્રવૃત્તિ પ્રત્યે જેટલો અનુરાગ જાગવો જોઇએ તેટલો જાગી ન શક્યો. વિપુલ સામગ્રીમાં ગ્રંથનિર્માણ તો થયાં પરંતુ જૈનધર્મે જે ભક્તિથી ગ્રંથોનું જતન કર્યું તેવું અને તેટલું જતન ભારતની અન્ય ધારાઓ કરી શક્યા નથી. એક તો જૈન ધર્મમાં શ્રાવકના કર્તવ્ય તરીકે પુત્યયલિહણ અર્થાત્
જ્ઞાનધારા-૧
૧૪૫
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧