________________
ડૉ. રમણલાલ ચી. શાહે વિવિધ બેઠકમાં વંચાયેલ નિબંધોના કેટલાક અંશોનો ઉલ્લેખ કરી અને તેમાં વિશિષ્ટ પૂર્તિ કરી હતી અને તેમણે પુદ્ગલ પરાવર્ત વિષય પરના નિબંધનું વાંચન કર્યું હતું
કોન્ફરન્સના મંત્રી શ્રી વ્રજલાલ ગાંધી, શ્રી ઉવસગ્ગહરં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પરાગભાઈ શાહ, કલ્પતરૂ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ સંઘાણી વડોદરા, આણંદ અને કરજણ સંઘોના પ્રમુખોની ઉપસ્થિતિ પ્રેરક બની રહી. ઉપરાંત, સન ફાર્માના ડિરેક્ટર શ્રી શૈલેશભાઈ દેસાઈ, ૭૦૦ નેત્રયજ્ઞ દ્વારા આંખના ત્રણ લાખ ઓપરેશનો કરનાર અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેની નોંધ કરવામાં આવી છે, તેવા ૮૮ વર્ષની વયના યુવાન જૈન ડૉક્ટર શ્રી રમણલાલ દોશી (રમુકાકા) નું સન્માન શ્રી પ્રવીણભાઈ પારેખના વરદ હસ્તે કરવામાં આવ્યું. બધાં સરસ્વતીપુત્રોનું ચાંદીની મુદ્રાથી શ્રી યોગેશભાઈ બાવીશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. શ્રી ગુણવંત બરવાળિયાના આભારદર્શન સાથે જ્ઞાનસત્રની મધુર સમાપ્તિ થઈ.
શ્રી પ્રવીણભાઈ પારેખ, શ્રી પ્રદીપભાઈ શાહ, શ્રી મિલન અજમેરા, શ્રી જગદીશભાઈ દોશી, શ્રી યોગેશભાઈ બાવીશી અને બીના બેનના પરિશ્રમે આયોજનને સફળ બનાવ્યું.
જ્ઞાનસત્રમાં આપેલ વિષય સિવાયના, વિવિધ વિષયો પર આવેલા આઠ નિબંધોનું સમયના અભાવે વાંચન થઈ શક્યું ન હતું. તેમ છતાં જૈન સાહિત્ય જ્ઞાનસત્રગ્રંથમાં તેમને સમાવી પ્રકાશન કરવામાં આવશે. તેમ જ્ઞાનસત્રના સંયોજક અને કોન્ફરન્સના મંત્રી ગુણવંત બરવાળિયાએ જણાવ્યું હતું.
સત્ર સમાપ્તિ પછી અણસ્તુતીર્થની વિદ્વાનોએ યાત્રા કરી, પરમ આનંદ માણી, જ્ઞાનસત્રનાં મધુર સ્મરણો – ઉત્તમ આયોજન બદલ સંસ્થા તથા સંયોજકને ધન્યવાદ પાઠવી પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મ. સા.ના માંગલિકથી, જ્ઞાનસત્રની પૂર્ણાહુતિ થઈ.
જ્ઞાનધારા-૧
૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧