________________
"સકલ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું એ જ ભાવાનાના અનુયાયી બનવાનું સહુને તેડું
'સર્વજનહિતાય- સર્વજનસુખાય’ ધર્મપ્રવૃત્તિ કરવી જોઇએ. સર્વધર્મ પ્રેમીઓ માટે આદર્શરૂપ ઉપાસનામાર્ગ, તેઓએ દર્શાવ્યો છે. ધાર્મિકતા માણસના વ્યક્તિત્વમાં અખંડ સ્વરૂપે હોવી જોઇએ. નિઃસ્વાર્થતા, અર્પણતા અને પ્રેમ એ ત્રણેપાયાપર જે ક્રિયાથીજીવનનું ચણતર થાય એ ક્રિયાનું નામધર્મક્રિયા.
મહાત્મા ગાંધીજી, આચાર્ય વિનોબા ભાવે અને સંતબાલજીના સર્વધર્મસમભાવ અને સર્વધર્મઉપાસનાના વિચારોનું ખૂબ સંક્ષેપમાં વર્ણન થઇ શક્યું છે, ત્રણેયના વિચારમાં ખૂબ સામ્ય છે. માનવીના કલ્યાણ માટેની - સેવા માટેની વિશ્વમાંગલ્યની મંગલપ્રવૃત્તિ છે. આજના અશાંત વિશ્વને ધર્મને નામે ખેલાતી અનેકવિધ પ્રપંચલીલામાંથી શુભ માર્ગે દોરી જવાની અનોખી દશા અને દિશા બતાવી છે.
-જ્ઞાનધારા-
જ્ઞાનધારા-૧,
૧૮
૧૧૮ )
જનસાહિત્ય જ્ઞાનસત્ર-1
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૫