________________
અનેક સંસ્કારો ગ્રહણ કરે છે. જૈનસંત પૂ. સૌભાગ્યમલજી, પૂ. નાનચંદ્રજી મહારાજનાં પ્રવચનોની ઘેરી અસર પડે છે. રાષ્ટ્રીય નેતાઓ લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધીજી આદિની લોકકલ્યાણ અને લોકસેવાની ભાવના પણ ખૂબ પ્રભાવ પાડે છે. ધર્માનુબંધી સમાજરચના” નાં કાર્યો આરંભે છે. જગતના બધા મુખ્ય ધર્મોનો અભ્યાસ કરે છે. "ધર્મ અમારો એકમાત્ર એસર્વધર્મ સેવા કરવી”. એવું જીવનભર ગાનાર અને વધુમાં વધુ આચરણમાં મુકનાર સંતબાલજી કહે છે ધર્મ એક છે, રીતરિવાજ અનેક છે. જીવમાત્રની પીડા દૂર કરનાર ધર્મ છે, પંથ કે સંપ્રદાય શરીર છે, ધર્મ આત્મા છે. ધર્મ, આકાશમાંથી અવનિ પર વરસતું પાણી છે. જેમ વરસાદના પાણીમાં ક્યાંય ભેદ નથી, તેમ આધ્યાત્મિક આનંદરૂપે ધર્મનું દર્શન પણ એક જ છે. ધર્મને વર્તમાનમાં આપણે સંકુચિત દીવાલોમાં પૂરી દીધો છે. સંકુચિતતા, કટ્ટરતા, ધર્મઝનૂન, ધર્માધતા આજે ચારે બાજુ જોવા મળે છે.
સ્વધર્મ-પરધર્મ
ક્રિયાકાંડના ઉપલક ખોખાં જાળવી રાખવા એ જ જાણે કે સ્વધર્મ છે. પરંપરાગત સંસ્કારોમાં પેસી ગયેલી રૂટીને જ પોતાનો ધર્મ માનતો હોય અને તેથી ભિન્ન તે પરધર્મ આવો ઊલટો અર્થ, સહુ કોઇને માટે મુશ્કેલીઓ સર્જે છે.
કૂવાના દેડકાંમાફક પોતાના સંપ્રદાયમાં જ પૂર્ણધર્મ છે અને તે પણ પોતે જેવો માને છે તેવો જ ધર્મ. આવી માન્યતાવાળા, પોતાના માની લીધેલા ધર્મને જાળવવા માટે કૈક નિર્દોષ માનવોના સંહાર, અનેક જીવો પર અત્યાચાર કરવા, રાક્ષસોને શરમાવે તેવી નિર્દયતા બતાવવી, પોતાના હઠાગ્રોને પોષવા માટે હિંસા, ચોરી, મારફાડ - આ બધું આજે તો ગુણમાં ખપે છે. આનાથી કેટલું નુકસાન થઇ રહ્યું છે - માણસ-માણસ વચ્ચે કેવી વિરાટ ખાઇ ખોદાઇ રહી છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હકીકતે,
જ્ઞાનધારા-૧
૧૧૬
૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧