________________
ચિંતા કરનાર મહાત્માગાંધીજીએ સર્વધર્મઉપાસનાનો સહુકોઇને ગમી જાય તેવો માર્ગ દર્શાવ્યો છે. એમણે આપેલા અગિયાર વ્રત કોઇપણ ધર્મ કે સંપ્રદાયના કોઇપણને આચરવા ગમે તેવાં છે. ઉપરાંત, તેઓની સવાર અને સાંજની પ્રાર્થનામાં, સર્વધર્મપ્રાર્થના જ પસંદ કરી છે. તેવો માર્ગ દર્શાવ્યો છે. એમણે આપેલા અગિયારવ્રત કોઈપણ ધમકે નાત-જાત, કોમ કે ધર્મને નામે સર્જાતી નાનામાં નાની ગેરસમજણ કે અશાંતિ તેમને પ્રિય ન હતી. વિશ્વશાંતિ એમને ખૂબ પ્રિય હતી, એ માટેનો એમને પ્રચંડ પુરુષાર્થ હતો, એમણે જીવનભર આચરેલ સર્વધર્મ અને સર્વધર્મઉપાસનાનો આપણે સ્વીકાર કરીએતો આજના અશાંત વિશ્વમાં-ધર્મને નામે ચાલતી અધાર્મિક પ્રવૃત્તિઓને દૂર કરી શકાશે અને વિશ્વનાગરિક બનવાની ભાવના મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરશે.
આચાર્ય વિનોબા ભાવેના વિચારો
ગાંધીજીના વિચારો અને આદર્શોને પોતાના જીવન અને કાર્યથી શોભાવનાર વિનોબા ભાવેએ, ૧૦ વર્ષની નાની વયે બ્રહ્મચર્યવ્રત પાળીને દેશસેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હાઇસ્કૂલના અભ્યાસ દરમિયાન શ્રીમદ્ ભગવતગીતાનો છંદ લાગ્યો, સંસ્કૃતનો જાતે અભ્યાસ કર્યો, વેદાંત અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો નિર્ણય કરે છે. ક્રમશઃ તેઓની ધર્મજિજ્ઞાસા વધતી રહી અને તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્ય, મનુસ્મૃતિ, પાંતજલયોગદર્શન વગેરેનો અભ્યાસ તો કર્યો જ ભારતના મુખ્ય ધર્મોનો- ધર્મગ્રંથોનો અને જગતના મુખ્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો.
તુલનાત્મક અભ્યાસથી એમની ધાર્મિક માન્યતા ખૂબ ઉદાર અને સહિષ્ણુ બની. તેઓ દર્શાવે છે - ધર્મ આપણો ચતુર્વિધ સખા છે. વૈયક્તિક, સામાજિક, ઐહિક અને પરલૌકિક જીવનમાં એ મિત્રનું કામ કરે છે. ધર્મભાવના માનવીની વિશેષતા છે. સત્યપ્રેમ કરુણતા, વ્યક્તિએ જીવનમાં આચરવી જોઇએ. પોતાના જીવનમિશનને વર્ણવતાં તેઓ દર્શાવે છે "હમ
જ્ઞાનધારા-૧
( ૧૧૩ )
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E