________________
ધાર્મિક ઉદારતાને કારણે પોરબંદર અને રાજકોટમાં એમને, વિવિધ ધર્મો વિશે ઘણું સાંભળવા-જાણવા મળ્યું હતું. તેથી જ તેઓ દર્શાવે છે.
"આખી માનવજાતિ જોડે આત્મીયતા સાધ્યા વિના મારી ધર્મભાવના સંતોષાય એમ નથી. એટલું જ નહીં, ઇશ્વર આપણા બધાંમાં છે તેથી અનેક છતાં આપણે એક જ છીએ એ સત્યનું દર્શન હું તો પ્રતિક્ષણ કરું છું”.
ધર્મ વિના હું એક ક્ષણ પણ જીવી ન શકું. એવું ખૂબ સ્પષ્ટરીતે દર્શાવનાર, મહાત્મા ગાંધીજીને ધર્મે લોકાભિમુખઆત્માભિમુખ બનાવ્યા છે. સત્યને-પરમસત્યને શોધવું એ એમની સાધના હતી. તેથી તેઓ દશાર્વે છે"ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ એક સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.”
સત્યને -પરમસત્યને શોધવું એ ગાંધીજીની મુખ્ય સાધના હતી. સત્ય, અહિંસા અને અભયના ગુણો ઉત્તરોત્તર વિકસતા રહે એવો પુરુષાર્થ પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઇએ, એવી તેમની દઢ માન્યતા હતી. તેથી તેઓ લખે છે –'હંસત્યનો નમ્ર પણ પ્રયત્નશીલ શોધક છું.”
સત્યાગ્રહ, રચનાત્મક કાર્યો અને એકાદશવ્રત એમ ત્રણેયનું તેઓને એક સરખું મહત્ત્વ લાગ્યું છે અને તેઓ દઢપણે માને છે કે ત્રણેય એકબીજા વિના અધૂરા છે. દુનિયાના કોઇપણ ધર્મ સામે એમનો વિરોધ ન હતો. વિશ્વધર્મનો એમણે અભ્યાસ કર્યો હતો અને ખ્રિસ્તી ધર્મ માટે એમને વિશેષ આકર્ષણ પણ થયું હતું પરંતુ શ્રીમદ્રાજચંદ્રજીસાથેના પત્રવ્યવહારથી એમના મનનું સમાધાન થયું હતું અને ધર્મપરિવર્તનનો વિચાર હંમેશ માટે બંધ થઇ ગયો હતો. તેઓએ નોંધ્યું છે -"મારે ખુલ્લે દિલે કહેવું પડે છે કે કુરાન, બાઇબલ અને દુનિયાના બીજા ધર્મગ્રંથો માટે મને ખૂબ માન હોવા છતાં, તે મને કૃષ્ણની ગીતા અને તુલસીદાસના રામાયણ જેટલી અસર નથી કરતા. બધા ધર્મોનો આત્મા એક છે પણ તે અનેક આકૃતિઓમાં મૂર્તિમાન થાય છે.
જ્ઞાનધારા-૧
( ૧૧૧
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧