________________
(૫) વૃત્તિસંક્ષેપ યોગ -
મનમાં કે ચિત્તમાં જે વૃત્તિઓ કે વિકલ્પો દેખાય છે તે અન્ય તત્ત્વનાં સંયોગથી છે. આ વૃત્તિઓનો વિરોધ તે વૃત્તિસંક્ષેપ યોગ. આના ફળ રૂપે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. યોગદષ્ટિ
આત્માના ક્રમિક વિકાસ (૧૪ ગુણસ્થાનકને) ધ્યાનમાં રાખીને આચાર્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ યોગની આઠદષ્ટિબતાવી છે. દષ્ટિએટલે સમ્યક શ્રદ્ધા સાથેનો અવબોધ. આનાથી અસત્ પ્રવૃત્તિ નાશ પામે છે અને સત્ પ્રવૃત્તિની પ્રાપ્તિ થાય. યોગી પુરૂષોને આવી બોધલક્ષણા આઠ દષ્ટિ હોય. (૧) મિત્રા દષ્ટિઃ આમાં તત્ત્વબોધતણખલાના અગ્નિકણ જેટલો અલ્પ હોય છે. અહિંસા આદિ 'યમ' નું પાલન કરવાની ઈચ્છા હોય છે. ગુરૂદેવ પૂજનમાં ખેદ-થાક નથી હોતો અને જે જીવો દેવપૂજાદિ નથી કરતાં તેમના પ્રત્યે દ્વેષ નથી હોતો. તે જિનને નમસ્કાર કરે છે. ઔષધદાન-શસ્ત્રદાન આપે છે. મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન-મનન કરે છે. જે કોઈ ધર્મક્રિયા કરે તો પરલોકનાં ફળની અપેક્ષાથી નથી કરતો. આહારાદિ સંજ્ઞાઓનો નિગ્રહ કરવા પ્રયત્ન રહે છે. (૨) તારા દષ્ટિ:યોગબીજાનો સંગ્રહ કરી સમ્યગ્બોધપ્રાપ્ત કરવા સમર્થબને છે. યોગીપુરૂષો પ્રત્યે બહુમાન થાય છે.શૌચ વગેરે નિયમોનું પાલન કરે છે. આત્મહિતની પ્રવૃત્તિમાં ઉગ નથી થતો અને તત્વની જિજ્ઞાસા જાગૃત થાય છે. તે આત્મચિંતા કરે છે. ઉચિત કર્તવ્ય પાલનમાં એ જાગૃત રહે છે. તેમ છતાં વૃત્તિઓ શુભ હોવા છતાં ક્યારેક અજ્ઞાન પ્રવૃત્તિમાં ભૂલો કરી બેસે છે. (૩) બલા દષ્ટિઃઆમાં યોગી સુખાસન’ યુક્ત હોય. એ વિવિધ આસનોનો સહારો લઈને
જ્ઞાનધારા-
જ્ઞાનધારા-૧)
CE
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
ત્ય જ્ઞાનસત્ર-૧