________________
કૃષ્ણવર્ણનો એમ પાંચ વર્ણનો દેવ મનાયેલો છે, તને મારો પુનઃ પુનઃ નમસ્કાર હો. नमस्त्रिभुवनेशाय रजोडपोहाय भावतः । पश्चदेवाय शुद्धाय ॐकाराय नमो नमः ।। ३ ।। હે કાર ! તું ત્રિભુવનનો સ્વામી છે અને ભાવથી કર્મરૂપી રજનું હરણ કરનારો છે. વળી તું પંચદેવ તરીકે વિખ્યાત છે અને અતિ શુદ્ધ છે. એવા તને મારો પુનઃ પુનઃ નમસ્કાર હો. मायादये नमोडन्ताय प्रणवान्तर्मयाय च । बीजराजाय हे देव ! ॐकाराय नमो नमः ।। ४ ।। હે દેવ !તું માયાબીજની એટલે કે હ્રીંકારની આદિમાં રહેનારો છે,તારા છેડે નમઃ પદ લાગે છે અને તું પ્રણવમય છે. એવા બીજ રાજસ્વરૂપ તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. धनान्धकारनाशाय चरते गगनेडपि च । तालुरन्ध्रसमायाते सम्प्राप्ताय नमो नमः ।। ५ ।। હેૐકાર ! તું અજ્ઞાનરૂપી ગાઢ અંધકારનો નાશ કરનારો છે અને બ્રહ્મરંધ્રમાં પણ વિચરણ કરે છે, અને જેઓ જપ-સ્મરણ વડે તાલુરંધ્રમાં લાવે છે, તેમને તું પ્રાપ્ત થાય છે, એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. गर्जन्तं मुखरन्द्रेण ललटान्तरसंम्यितम् । विधानं कर्णरंध्रेण प्रणवं तं वय नुमः ।। ६ ।। વળી મુખરંઘમાંગર્જતા, લલાટના મધ્ય ભાગમાં સ્થિર થતા અને કર્ણરઘથી ટંકાતા એવા હેપ્રણવ ! તને અમે નમસ્કાર કરીએ છીએ. श्वेते शन्तिकपुट्यारव्यांडनवद्यादिकराय च । पीते लक्ष्मीकरायापि ॐकाराय नमो नमः ।। ७ ।। હેૐકાર શ્વેતવર્ણથી ધ્યાન ધરતાં નિર્દોષ શાંતિ, તૃપ્તિ અને પુષ્ટિ કરનાર તથા પીત વર્ણથી ધ્યાન ધરતાં લક્ષ્મી આપનાર એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો.
જ્ઞાનધારા-૧
૯૧
)
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E