________________
(શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ
પી. એન. દોશી વીમેન્સ કોલેજ ઓફ આર્ટ્સ સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર)
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની કૃતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીયગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી “સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ “સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે : છે જેન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને
પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. જ જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. જ પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીયગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની
પ્રવૃત્તિ કરવી. આ જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. આ જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. છે વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. જ ધર્મ અને સંસ્કારના વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાંચન.
GLORY OF DETACHMENT
૨૦૦.