________________
પ્રાપ્ત થતાં પહેલા ઉચ્ચગોત્રનો બંધ થઈ જાય છે. એટલે વિર્ભાગજ્ઞાન માર્ગણામાં ૧લો ભાંગો ઘટતો નથી અને વિર્ભાગજ્ઞાન ૧ થી ૩ ગુણઠાણા સુધી જ હોય છે એટલે છેલ્લા બે ભાંગા ઘટતા નથી એટલે વિર્ભાગજ્ઞાન માર્ગણામાં ૨ થી ૫ ભાંગા જ ઘટે છે.
* સામાયિક અને છેદોપસ્થાપનીયમાં ૬ થી ૮, પરિહારમાં હું ૭મું, સૂક્ષ્મસંપરામાં ૧૦મું ગુણઠાણ જ હોય છે. એટલે તે માર્ગણામાં પહેલા-૪ ભાંગા અને છેલ્લા બે ભાંગા ઘટતા નથી. પમો એક જ ભાંગો ઘટે છે.
* દેશવિરતિમાર્ગણામાં દેશવિરતિગુણઠાણાની જેમ બે ભાંગા ઘટે છે અને અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે એટલે છેલ્લા બે ભાંગા વિના ૧ થી ૫ ભાંગા ઘટે છે.
* ચક્ષુદર્શનમાં મનોયોગની જેમ ૨ થી ૬ ભાંગા ઘટે છે.
* તેઉકાય-વાઉકાય મરીને એકેન્દ્રિયાદિ-તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યારે અંતર્મુહૂર્ત સુધી અશુભલેશ્યા જ હોય છે. એટલે શુભ લેગ્યામાં ૧લો ભાંગો ઘટતો નથી. એટલે તેજો-પદ્યમાં ૧લો ભાંગો અને છેલ્લા બે ભાંગા વિના ૨ થી ૫ ભાંગા ઘટે છે અને શુક્લલશ્યામાં ૧લો ભાંગો અને છેલ્લો ભાંગો વિના ૨ થી ૬ ભાંગા ઘટે છે.
* ક્ષાયિક સમ્યકત્વમાર્ગણા ૪થી૧૧ ગુણઠાણે હોવાથી પહેલા૩ ભાંગા ન ઘટે. છેલ્લા ૪ ભાંગા ઘટે. ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણા ૪થી૭ ગુણઠાણે હોવાથી પહેલા-૩ ભાંગા અને છેલ્લા બે ભાંગા ન ઘટે. ૪થો/૫મો ભાંગો ઘટે.
+ આહારીમાર્ગણા ૧૩મા ગુણઠાણા સુધી જ હોય છે એટલે છેલ્લો ભાંગો ન ઘટે. ૧ થી ૬ ભાંગા ઘટે.
* * અણાહારીપણુ વિગ્રહગતિમાં ૧/૨/૪ ગુણઠાણે, કેવલી સમુદ્દઘાતમાં ૩/૪/૫ સમયે અને ૧૪મા ગુણઠાણે હોય છે. તેથી ૧ થી ૭ ભાંગા ઘટે છે.
८६