________________
* એકેન્દ્રિયાદિ-૪ અને પૃથ્વીકાય-અપૂકાય-વનસ્પતિકાયમાર્ગણામાં તિર્યંચગતિની જેમ-૩ ભાંગા ઘટે છે.
* તેઉકાય-વાઉકાય ઉચ્ચગોત્રને બાંધતો નથી અને ઉચ્ચગોત્રનો ઉદય હોતો નથી એટલે તે માર્ગણામાં ૧લો/રજો ભાંગો જ ઘટે છે.
* તેઉવા ઉચ્ચગોત્રની ઉદ્ધલના કર્યા પછી એકેન્દ્રિયાદિતિર્યંચમાં ઉત્પન્ન થઈને, અંતર્મુહૂર્તકાળ ગયા પછી ઉચ્ચગોત્રને અવશ્ય બાંધે છે. ત્યાર પછી જ વિકલેન્દ્રિયને વચનયોગ અને સંજ્ઞીને મનોયોગ પ્રાપ્ત થાય છે. એટલે વચનયોગ અને મનોયોગમાર્ગણામાં ૧લો ભાંગો ઘટતો નથી અને મનોયોગ-વચનયોગ ૧૩મા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે છેલ્લો ભાંગો પણ ઘટતો નથી. એટલે વચનયોગ અને મનોયોગ માર્ગણામાં ૨ થી ૬ ભાંગા ઘટે છે.
* કાયયોગ ૧૩મા ગુણઠાણા સુધી જ હોય છે એટલે કાયયોગ માર્ગણામાં છેલ્લા ભાંગા વિના ૧ થી ૬ ભાંગા ઘટે છે.
* વેદમાર્ગણા ૯મા ગુણઠાણા સુધી અને કષાયમાર્ગણા ૧૦મા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે તે બન્ને માર્ગણામાં છેલ્લા બે ભાંગા ઘટતા નથી. ૧ થી ૫ ભાંગા જ ઘટે છે.
* મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શન ૪ થી ૧૨ ગુણઠાણા સુધી અને ઉપશમસમ્યકત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. એટલે તે માર્ગણામાં પહેલા-૩ ભાંગા અને છેલ્લો ભાંગો ઘટતો નથી ૪થો/ પમો/૬ઢો ભાંગો જ ઘટે છે.
* મન:પર્યવજ્ઞાનમાર્ગણા ૬ થી ૧૨ ગુણઠાણા સુધી જ હોય છે. એટલે તેમાં નીચગોત્રના બંધવાળા અને નીચગોત્રના ઉદયવાળા ૧ થી ૪ અને છેલ્લો ભાંગો ઘટતો નથી. પમો/૬ઠ્ઠો ભાગો જ ઘટે છે.
* મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાં છેલ્લા બે ભાંગા ન ઘટે.
* વિર્ભાગજ્ઞાન સંજ્ઞીપંચેન્દ્રિયજીવોને જ હોય છે. તેલ-વાઉમાંથી ઉચ્ચગોત્રની ઉદ્દલના કરીને સંજ્ઞીપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને વિર્ભાગજ્ઞાન
૮૫