________________
એ રીતે, પના ઉદયસ્થાનના ૫ પેટાભાંગા થાય છે.
સપ્તતિકાદિનાં મતે ૭મા ગુણઠાણે અને ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ ગુણઠાણે નિદ્રાદ્વિકનો ઉદય હોય છે એટલે ૭ થી ૧૧ ગુણઠાણા સુધી પના ઉદયસ્થાનના ૨ પેટાભાંગા થાય છે.
કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + નિદ્રા = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે. કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + પ્રચલા = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે.
કર્મસ્તવકારનાં મતે શ્રેણીમાં નિદ્રાદ્વિકનો ઉદય હોય છે એટલે ૭મા ગુણઠાણાથી ૧૨માના દ્વિચરમસમય સુધી પના ઉદયસ્થાનના ૨ પેટાભાંગા થાય છે.
દર્શનાવરણીયના સત્તાસ્થાનઃ
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી અને ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણા સુધી દર્શનાવરણીયકર્મની-૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૯માના ૧લા ભાગ સુધી અને ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણા સુધી ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે.
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના ૧લા ભાગના અંતે થીણદ્વિત્રિકનો ક્ષય થવાથી ૯મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૨મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૬નું સત્તાસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૧૨માના દ્વિચ૨મ સમયે નિદ્રાદ્વિકનો ક્ષય થવાથી ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે દર્શનાવરણીયચતુષ્ક જ સત્તામાં હોય છે એટલે ૧૨માના ચરમ સમયે ૪નું સત્તાસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧ સમય છે.
૩૯