________________
૮માં ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધીનો કાળ અંતર્મુહૂર્ત હોવાથી, ૪ના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે. દર્શનાવરણીયના ઉદયસ્થાન
ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ પ્રકૃતિ ધ્રુવોદયી છે એટલે ૧ થી ૧૨ ગુણઠાણા સુધી સતત ઉદયમાં હોય છે એટલે ૧ થી ૧૨ ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
નિદ્રાપંચક અધૂવોદયી છે, એટલે ક્યારેક ઉદયમાં હોય અને ક્યારેક ઉદયમાં ન હોય અને એક જીવને એક સમયે પાંચ નિદ્રામાંથી કોઈપણ એક જ નિદ્રાનો ઉદય હોય છે. એટલે જ્યારે નિદ્રાનો ઉદય હોય ત્યારે દર્શનાવરણીયચતુષ્ક + નિદ્રાપંચકમાંથી કોઈપણ ૧ નિદ્રા = ૫ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. એક જીવને એકી સાથે બે-ત્રણાદિ નિદ્રાનો ઉદય હોતો નથી. એટલે ૬ વગેરે પ્રકૃતિનું ઉદયસ્થાન હોતું નથી. એટલે દર્શનાવરણીયકર્મના બે જ ઉદયસ્થાન હોય છે.
“સપ્તતિકાદિ ગ્રંથકાર ભગવંતના મતે ક્ષપકશ્રેણીમાં નિદ્રાદ્ધિકનો ઉદય હોતો નથી. કર્મસ્તવકાર ભગવંતના મતે ક્ષપક શ્રેણીમાં ક્ષીણમોહ ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી નિદ્રાદ્ધિકનો ઉદય હોય છે.
થીણદ્વિત્રિકનો ઉદય ૧ થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે એટલે ૧ થી ૬ ગુણઠાણા સુધી પના ઉદયસ્થાનના ૫ પેટા ભાંગા થાય છે (૧) કોઈકને દર્શનાવરણીયચતુષ્કનિદ્રા=પનો ઉદય હોય છે. (૨) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + પ્રચલા = પનો ઉદય હોય છે. (૩) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + નિદ્રાનિદ્રા = પનો ઉદય હોય છે. (૪) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + પ્રચલાપ્રચલા = પનો ઉદય હોય છે. (૫) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + થીણદ્ધિ = પનો ઉદય હોય છે. (૫) નિદાયનાળ વીખરી ઉવો પરિગ્વજ્ઞ I (કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથાન. ૧૦) સાવન વીગડુમિ, નિકુમ તો વિિમ પાવના ! (કર્મસ્તવ ગાથાન. ૨૦)
૩૮