________________
ઉપઘાત = ૨૪ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* લબ્ધિ-પર્યાપ્તા એકેન્દ્રિયને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાતનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિયને ૨૪ + પરાઘાત = ૨૫ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* લબ્ધિ-પર્યાપ્તા એકેન્દ્રિયને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉચ્છવાસ નામકર્મનો ઉદય શરૂ થાય છે એટલે ઉચ્છવાસપર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિયને ૨૫ + ઉચ્છવાસ = ૨૬ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
કોઈક જીવને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શરૂ થયા પહેલાં જ ઉદ્યોત કે આતપનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા એકેતુને ૨૫ + ઉદ્યોત = ૨૬, અથવા ૨૫ + આતપ = ૨૬ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* કોઈક લબ્ધિ-પર્યાપ્તા એકેન્દ્રિયને ઉચ્છવાસનામકર્મનો ઉદય શરૂ થયા પછી ઉદ્યોત કે આતપનો ઉદય શરૂ થાય છે એટલે લબ્ધિપર્યાપ્તા એકે)ને ૨૬ + ઉદ્યોત = ૨૭ અથવા ૨૬ + આતષ = ૨૭ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે, એકેન્દ્રિયને ૨૧/૪ ૨૫/ર૬/ર૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
એકેન્દ્રિયની જેમ વૈક્રિયવાઉકાયને ૨૪/૦૫/૨૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. પણ અહીં ઔ૦૧૦ને બદલે વૈશ૦ લેવું. વૈક્રિયલબ્ધિવાળા બાદરપર્યાપ્ત વાઉકાય પર્યાપ્તાવસ્થામાં જ વૈક્રિયશરીર બનાવે છે. એટલે વિગ્રહગતિમાં ઉત્તરવૈક્રિયશરીર હોતું નથી. તેથી ઉત્તરવૈક્રિયશરીરીને ૨૧નું ઉદયસ્થાન હોતું નથી અને વૈક્રિયવાઉકાયને આતપ-ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ૨૭નું ઉદયસ્થાન હોતું નથી. બેઈન્દ્રિયને ઉદયમાં આવતી પ્રકૃતિ
* વિગ્રહગતિમાં એકેન્દ્રિયની જેમ બેઈન્દ્રિયને ૨૧ પ્રકૃતિ
૨૫૯