________________
કૃષ્ણલેશ્યા જ હોય છે. કૃષ્ણલેશ્યામાર્ગણા -
મહેસાણાવાળા દુઢા કર્મગ્રંથના વિવેચનમાં કૃષ્ણલેશ્યામાર્ગણામાં અવિરતિમાર્ગણાની જેમ ૬ બંધસ્થાન અને ૧૩૯૪૨ બંધભાંગા કહ્યાં છે.
શંકા - કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્ય પ્રાયોગ્ય૩૦નો બંધ કેવી રીતે કરી શકે ? કારણ કે પ્રથમની ત્રણ નરકના સમ્યગ્દષ્ટિ નારકો મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ કરી શકે છે. પણ તેને કાપોત-નીલ લેગ્યા હોય છે. કૃષ્ણલેશ્યા હોતી નથી. અને છેલ્લી ત્રણ નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. પણ ત્યાં જિનનામનો બંધ હોતો નથી. તથા ભવનપતિ અને વ્યંતરમાં કૃષ્ણલેશ્યા હોય છે. પણ ત્યાં જિનનામનો બંધ હોતો નથી અને વૈમાનિકદેવમાં જિનનામનો બંધ હોય છે પણ ત્યાં કૃષ્ણલેશ્યા હોતી નથી. એટલે કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ દેવનારકને મનુષ્યપ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન કેવી રીતે ઘટે ?
સમાધાન - બૃહ સંગ્રહણીમાં કહ્યું છે કે, દેવ-નારકોને દ્રવ્યલેશ્યા પોતાના ભવ સુધી અવસ્થિત હોવા છતાં ભાવથી કૃષ્ણાદિ૬ વેશ્યાનું પરાવર્તન થાય છે એટલે ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના ૮ ભાંગા ઘટે છે.
વસુદેવપીંડીમાં કહ્યું છે કે, ક્યારેક ભવનપતિમાંથી આવેલો પણ તીર્થંકર થઈ શકે છે. એટલે ભવનપતિમાં પણ જિનનામનો બંધ હોઈ શકે છે. તેથી દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ પણ કૃષ્ણલેશ્યા માર્ગણામાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટે છે. ४७. सुरनारयाण ताओ, दव्वलेसा अवद्रिआ भणिया ।
માવપરાવી, પુન હુંતિ છવા . ર૫૭ ૫ (બૃહસંગ્રહણી) (૪૮) વસુદેવહીંડીમાં કહ્યું છે કે ક્યારેક ભવનપતિમાંથી આવેલો પણ તીર્થંકર થઈ શકે
છે પણ એવું કવચિત્ જ બનતું હોવાથી કર્મગ્રંથમાં ભવનપતિને તીર્થંકર નામકર્મની સત્તા કહી નથી.
૨૫૧