________________
દેવપ્રાયોગ્ય ૨૮/૨૯ના બંધના.. નરકપ્રાયોગ્ય ૨૮ના બંધનો
૧૬
કુલ ૧૩૯૪૨ ભાંગા ઘટે છે. બાકીના-૩ ભાંગા ઘટતા નથી. કારણ કે આહારકદ્વિકનો બંધ અપ્રમત્ત સંયમી જ કરે છે. તેથી દેવપ્રાયોગ્ય-૩૦/૩૧ના બંધનો ૧+૧=૨ ભાંગા અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ...
ચક્ષુદર્શનમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. અચક્ષુદર્શનમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ...
અવધિદર્શનમાર્ગણામાં પ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે.
કેવળદર્શનમાર્ગણાઃ
કેવળદર્શનીને નામકર્મનો બંધ હોતો નથી. તેથી કેવળદર્શન માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ન ઘટે.
લેશ્યામાર્ગણાઃ
બાદરપર્યાપ્તપૃથ્વીકાયમાં, બાદરપર્યાપ્તઅકાયમાં અને પ્રત્યેક વનસ્પતિકાયમાં કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. બાકીના એકેન્દ્રિયને, વિકલેન્દ્રિયને, લબ્ધિ-અપર્યાપ્તાને કૃષ્ણાદિ-૩ લેશ્યા જ હોય છે અને સંશી તિર્યંચ-મનુષ્યને કૃષ્ણાદિ-૬ લેશ્યા હોય છે.
ભવનપતિ-વ્યંતરને કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. જ્યોતિષ્કને તેજોલેશ્યા જ હોય છે. પહેલા-બીજા દેવલોકના દેવોને તેજોલેશ્યા હોય છે. ૩ થી ૫ દેવલોકના દેવોને પદ્મલેશ્યા હોય છે. સિદ્ધાંતના મતે ૬ઠ્ઠા દેવલોકથી શુક્લલેશ્યા હોય છે અને કર્મગ્રંથનાં મતે ૮મા દેવલોકથી શુક્લલેશ્યા હોય છે.
૧લી-૨જી નરકમાં કાપોત, ત્રીજી નરકમાં કાપોત-નીલ, ૪થી નરકમાં-નીલ, પાંચમી નરકમાં નીલ-કૃષ્ણ અને ૬ઠ્ઠી-૭મી નરકમાં
૨૫૦