________________
૨૯ના બંધના-૮ ભાંગા:
સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ વિકલ્પે બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના ૨(સ્થિર-અસ્થિર) × ૨(શુભઅશુભ) × ૨(યશ-અયશ) = ૮ બંધભાંગા થાય છે. ૩૦ના બંધનો-૧ ભાંગો:
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક = ૩૦ પ્રકૃતિને બાંધે છે ત્યારે બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય૩૦ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
૩૧ના બંધનો-૧ ભાંગો:
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક + જિનનામ = ૩૧ પ્રકૃતિને બાંધે છે ત્યારે બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે તેથી દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો
૮ ભાંગા,
૮ ભાંગા,
૧ ભાંગો,
૧ ભાંગો, દેવપ્રાયોગ્ય કુલ ૧૮ ભાંગા થાય છે.
-
-
-
-
અપ્રાયોગ્ય-૧ના બંધનો ૧ ભાંગોઃ
દેવગતિપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી એક જ યશકીર્તી બંધાય છે. તે કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ ન હોવાથી, તેને અપ્રાયોગ્યબંધ કહે છે. અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
૨૨૯