________________
જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે એટલે ૭ કર્મના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂનપૂર્વકોડવર્ષનો ત્રીજો ભાગ અધિક છમાસચૂન ૩૩ સાગરોપમ છે.
* ૭મા ગુણઠાણા સુધી જ આયુષ્ય અને નવમાગુણઠાણા સુધી જ મોહનીય બંધાય છે એટલે ૧૦મા ગુણઠાણે આયુષ્ય અને મોહનીય વિના જ્ઞાના૦૬ કર્મો જ બંધાય છે તેથી ૬ કર્મના બંધસ્થાનના સ્વામી સૂમસંપરાયગુણઠાણાવાળા જીવો છે.
૬ કર્મોના બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે કારણકે કોઈક મનુષ્ય ઉપશમશ્રેણીમાં ૧૦માં ગુણઠાણે એક સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે, તો તે જીવ બીજા જ સમયે દેવ થાય છે ત્યાં તે જીવ દેવભવના પ્રથમસમયથી જ જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે એટલે જઘન્યથી દુકર્મના બંધસ્થાનનો કાળ ૧ સમય છે અને ૧૦મા ગુણઠાણે જ ૬ કર્મો બંધાય છે બીજે ક્યાંય ૬ કર્મો બંધાતા નથી એટલે ઉત્કૃષ્ટથી ૬ કર્મના બંધસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.
+ ૧ કર્મના બંધસ્થાનના સ્વામી ૧૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે.
૧ કર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે કારણકે કોઈક મનુષ્ય ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે ૧ સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામીને, બીજા જ સમયે દેવ થાય છે ત્યાં તે જીવ દેવભવના પ્રથમ સમયથી જ જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે એટલે તે જીવ ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ ૧ સમય જ કરીને, બીજા જ સમયે જ્ઞાના૦૭ કર્મોનો બંધ શરૂ (૨) મતાંતરે નારકો અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પણ પરભવાયુ બાંધે છે.
એટલે ૭ના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તધૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ અધિક અંતર્મુહૂર્તન્યૂન ૩૩ સાગરોપમ છે.
૧૪