________________
એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગાઃ૨૩ના બંધના ૪ ભાંગા:
અપર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિમાં સૂક્ષ્મ-બાદર અને પ્રત્યેક-સાધારણ વિકલ્પે બંધાય છે. એટલે ૨૩ પ્રકૃતિમાંથી બે પ્રતિપક્ષી છે બાકીની ૨૧ અપ્રતિપક્ષી છે. એટલે મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યમાંથી (૧) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + સૂક્ષ્મ + સાધારણ = ૨૩ ને બાંધે છે. (૨) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + સૂક્ષ્મ + પ્રત્યેક = ૨૩ ને બાંધે છે. (૩) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + બાદર + સાધારણ (૪) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક છે. એ રીતે, ૨૩ના બંધના-૪ બંધભાંગા થાય છે. ૨૫ના બંધના ૨૦ ભાંગાઃ
= ૨૩ ને બાંધે છે.
૨૩ પ્રકૃતિને બાંધે
=
પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિમાં સૂક્ષ્મ-બાદર, સાધારણપ્રત્યેક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પે બંધાય છે. એટલે ૨૫માંથી ૫ પ્રતિપક્ષી પ્રકૃતિ છે. બાકીની ૨૦ પ્રકૃતિ અપ્રતિપક્ષી છે. પર્યા એકે પ્રાયોગ્ય-૨૫ને બાંધનાર મિથ્યાત્વી તિર્યંચ-મનુષ્યમાંથી...
(૧) કોઈક સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે સાધારણને બાંધે છે. (૨) કોઈક સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને બાંધે છે. (૩) કોઈક બાદર-પર્યાપ્તાની સાથે સાધારણને બાંધે છે. (૪) કોઈક બાદર-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને બાંધે છે.
ભવનપતિથી ઈશાન સુધીના દેવો મરીને બાદર પૃથ્વીકાય, બાદર અકાય અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે દેવો બાદર-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને જ બાંધે છે.
નિયમનં.૫મા બતાવ્યા મુજબ સૂક્ષ્મત્રિકની સાથે યશનામ બંધાતું નથી. એટલે (૧) સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે સાધારણ બંધાય છે ત્યારે સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ જ વિકલ્પે બંધાય છે. યશ-અયશ
૨૧૮