________________
અ૫૦મનુષ્યમાં) ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો લબ્ધિ-અપર્યાપ્ત ત્રસપ્રાયોગ્યબંધ કરી શકે છે. દેવ-નારકો અપર્યાપ્તત્રસમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો અપર્યાપ્તત્રસમાયોગ્યબંધ કરતાં નથી.
* મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્તત્રસપ્રાયોગ્યબંધ કરે છે ત્યારે તે જીવ એકીસાથે ૨૩અંગોપાંગ+છેવટ્ટ=૨૫ પ્રકૃતિને બાંધે છે.
મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો જ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અને અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરી શકે છે. દેવ-નારકો વિકસેન્દ્રિયમાં કે અસંજ્ઞીપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી. તેથી તે જીવો વિકલેન્દ્રિયપ્રાયોગ્ય કે અસંજ્ઞીપંચેન્દ્રિયપ્રાયોગ્યબંધ કરતા નથી.
* મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય પર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરે છે ત્યારે તે જીવ એકી સાથે ૨૫ (પર્યાપ્તએકે પ્રા૦૨૫ લેવી) + અંગોપાંગ+છેવટું+અશુભવિહાયોગતિ + દુઃસ્વર = ૨૯ પ્રકૃતિને બાંધે છે અથવા ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે વિકલેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરતી વખતે એકજીવ એકીસાથે ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી વિકસેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન છે. એ જ રીતે, અસંજ્ઞીપંચે પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન છે.
મિથ્યાત્વી કે સાસ્વાદની ચારે ગતિના જીવો પર્યાપ્તસંજ્ઞી તિર્યંચમાં અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો પર્યાપ્તસંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય અને પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્યબંધ કરી શકે છે. મિશ્રદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે તેથી તે જીવો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે અને મિશ્રદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે.
* મિથ્યાત્વી કે સાસ્વાદની ચારે ગતિના જીવો પર્યાપ્તસંજ્ઞી તિર્યંચપ્રાયોગ્યબંધ કરે છે ત્યારે એકજીવ એકીસાથે ધ્રુવબંધી-૯,
૨૧૩