________________
બાદર એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો લબ્ધિ-અપર્યાપ્તા કે પર્યાપ્તા સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી શકે છે. દેવ-નારકો લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવો અપર્યાપ્તપ્રાયોગ્ય બંધ કરતાં નથી. ભવનપતિથી ઈશાન સુધીના દેવો બાદરપર્યાપ્ત પ્રત્યેકએકેન્દ્રિયમાં (બાદરપૃથ્વી, બાદરઅપ, પ્રત્યેક વનસ્પતિમાં) ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે દેવો બાદરપર્યાપ્ત પ્રત્યેકએકે પ્રાયોગ્યબંધ કરી શકે છે. બાકીના સનસ્કુમારાદિ દેવ-નારકો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો એકેન્દ્રિયપ્રાયોગ્યબંધ કરતાં નથી.
* મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય લબ્ધિ-અપર્યાપ્તએ કેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે છે. ત્યારે તે જીવ એકીસાથે ધ્રુવબંધી-૯ (વર્ણાદિ-૪, તેજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત) તિર્યંચદ્રિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિકશરીર, હુંડક, સ્થાવર, સૂમિ-બાદરમાંથી-૧, અપર્યાપ્ત, સાધારણ-પ્રત્યેકમાંથી-૧, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ (કુલ-ર૩) પ્રકૃતિને બાંધે છે.
* મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ભવનપતિથી ઈશાન સુધીનો દેવ પર્યાપ્તએકેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરે છે ત્યારે તે જીવ એકીસાથે ૨૩જ + પરાઘાત + ઉચ્છવાસ = ૨૫ પ્રકૃતિને બાંધે છે અથવા ૨૫ + આતપ = ૨૬ અથવા ૨૫ + ઉદ્યોત = ૨૬ પ્રકૃતિને બાંધે છે. એટલે એકેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરતી વખતે એકજીવ એકીસાથે ૨૩ અથવા ૨૫ અથવા ૨૬ પ્રકૃતિને બાંધે છે. તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩/૦૫/૨૬ (કુલ-૩) બંધસ્થાન છે.
મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય જ લબ્ધિ-અપર્યાપ્ત ત્રસમાં (અપ૦ બેઈન્દ્રિય, અપવતે ઈન્દ્રિય, અપચઉરિન્દ્રિય, અપતિર્યંચપંચેન્દ્રિય અને
(૪૪) અહીં ૨૩ પ્રકૃતિમાં અપર્યાપ્તાને સ્થાને પર્યાપ્તનામકર્મ લેવું.
૨૧૨