________________
* અપૂર્વકરણગુણઠાણે ૭ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગ૪ ચોવીશી થાય છે. એટલે ૭ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૮ ચોવીશી થાય છે. ૨૮ ચોવીશી*૨૪ ઉદયભાંગા = ૬૭૨ ઉદયભાંગા થાય છે.
* અનિવૃત્તિગુણઠાણે-૭ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગ ૧૬ ઉદયભાંગા થાય છે. એટલે ૭ ઉપયોગ x ૧૬ ઉદયભાંગા = ૧૧૨ ઉદયભાંગા થાય છે.
* સૂમસંપરાયગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ ૧ ઉદયભાંગો થાય છે એટલે ૭ ઉપયોગ x ૧ ઉદયભાંગો = ૭ ઉદયભાંગા થાય છે.
ઉપયોગની અપેક્ષાએ કુલ ૧ થી ૧૦ ગુણઠાણે ૯૬૦ + ૪૮૦ + ૪૮૦ + ૧૧૫૨ + ૧૧૫૨ + ૧૩૪૪ + ૧૩૪૪ + ૬૭૨ + ૧૧૨ + ૭ = ૭૭૦૩ ઉદયભાંગા થાય છે. ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા
* મિથ્યાત્વગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ૬૮ ઉદયપદ થાય છે. એટલે ૫ ઉપયોગ ૪ ૬૮ = ૩૪૦ ઉદયપદ થાય છે. તેમાંનું એક-એક ઉદયપદ ૨૪ પદોના સમૂહવાળું છે. તેથી મિથ્યાત્વે ૩૪૦ ઉદયપદ x ૨૪ = ૮૧૬૦ પદભાંગા થાય છે.
* સાસ્વાદનગુણઠાણ-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ૩૨ ઉદયપદ હોય છે. એટલે ૫ ઉપયોગ X ૩૨ ઉદયપદ = ૧૬૦ ઉદયપદ થાય છે. ૧૬૦ ઉદયપદx૨૪ = ૩૮૪૦ પદભાંગા થાય છે.
એ જ રીતે, મિશ્રગુણઠાણે પણ ૨૩૮૪૦ પદભાંગા થાય છે.
(૪૨) સિદ્ધાંતના મતે મિશ્રગુણઠાણે-૬ ઉપયોગ હોય છે એટલે ૬ ૪ ૩૨ ઉદયપદ = ૧૯૨ ઉદયપદ થાય છે. ૧૯૨ ઉદયપદ x ૨૪ = ૪૬૦૮ પદભાંગા થાય છે.
અથવા અવધિદર્શનોપયોગ-૧ ૪ ૩૨ ઉદયપદ x ૨૪ = ૭૬૮ પદભાંગા વધુ થાય છે એટલે મતાંતરે કુલ ૩૮૪૦ + ૭૬૮ = ૪૬૦૮ પદભાંગા થાય છે.
૨૦૬