________________
ગુણઠાણામાં ઉપયોગ -
૧ થી ૩ ગુણઠાણામાં ૩ અજ્ઞાન અને ચક્ષુ-અચક્ષુદર્શન (કુલ૫) ઉપયોગ હોય છે. ૪થા/પમાં ગુણઠાણે ૩ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુઅવધિદર્શન (કુલ-૬) ઉપયોગ હોય છે. ૬ થી ૧૦ ગુણઠાણે ૪ જ્ઞાન અને ૩ દર્શન (કુલ-૭) ઉપયોગ હોય છે. ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં ઉદયભાંગાઃ
* મિથ્યાત્વગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૫ ઉપયોગ ૪ ૮ ચોવીશી = ૪૦ ચોવીશી થાય છે. ૪૦ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે.
* સાસ્વાદનગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ ૪ ચોવીશી થાય છે. એટલે ૫ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૦ ચોવીશી થાય છે. ૨૦ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૪૮૦ ઉદયભાંગા થાય છે.
* મિશ્રગુણઠાણે સાસ્વાદનની જેમ ૪૮૦ ઉદયભાંગા થાય છે.
* સમ્યકત્વગુણઠાણે-૬ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૬ ઉપયોગ X ૮ ચોવીશી = ૪૮ ચોવીશી થાય છે. ૪૮ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૧૧૫ર ઉદયભાંગા થાય છે.
એ જ રીતે, દેશવિરતિગુણઠાણે પણ ૧૧૫ર ઉદયભાંગા થાય છે.
* પ્રમત્તગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૭ ઉપયોગ X ૮ ચોવીશી = ૫૬ ચોવીશી થાય છે. પ૬ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૧૩૪૪ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, અપ્રમત્તગુણઠાણે પણ ૧૩૪૪ ઉદયભાંગા થાય છે. (૪૧) સિદ્ધાંતના મતે મિશ્રદૃષ્ટિને ૩ અજ્ઞાન અને ૩ દર્શન (કુલ-૬) ઉપયોગ હોય છે તેથી મતાંતરે ૬ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૪ ચોવીશી થાય છે અને ૨૪ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૫૭૬ ઉદયભાંગા થાય છે. અથવા અવધિદર્શનોપયોગ-૧ ૪ ૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬ ઉદય ભાંગા વધુ થાય છે. એટલે મતાંતરે કુલ ૪૮૦ + ૯૬ = ૫૭૬ ઉદયભાંગા થાય છે.
૨૦૫