________________
યોગની અપેક્ષાએ ગુણઠાણામાં પદભાંગા
* મિથ્યાત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા) અને વૈ૦કા) (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૬૮ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ x ૬૮ ઉદયપદ = ૬૮૦ ઉદયપદ થાય છે.
મિથ્યાત્વગુણઠાણે-૬૮ ઉદયપદ છે તેમાંથી ૭૮/૯ ના ઉદયસ્થાનના ક્રમશઃ ૭+૮ + ૮ + ૮ = ૩૨ ઉદયપદ અનંતાનુબંધીના ઉદય વિનાના છે અને ૮/૯/૧૦ ના ઉદયસ્થાનના ક્રમશઃ ૮ + ૯ + ૯ + ૧૦ = ૩૬ ઉદયપદ અનંતાનુબંધીના ઉદયવાળા છે.
મિથ્યાત્વગુણઠાણે (૧) કાર્મણ (૨) ઔમિ૦ (૩) વૈક્રિય મિશ્રયોગમાં અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. તેથી કાર્મણાદિ-૩ યોગમાંથી દરેક યોગે અનંતાનુબંધીના ઉદયવાળા-૩૬ ઉદયપદ હોય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે ૩ યોગ x ૩૬ ઉદયપદ = ૧૦૮ ઉદયપદ થાય છે. એટલે કુલ ૬૮૦ + ૧૦૮ = ૭૮૮ ઉદયપદ થાય છે. તેમાનું એક-એક ઉદયપદ ૨૪ પદોના (પ્રકૃતિના) સમૂહવાળુ છે એટલે ૭૮૮ x ૨૪ = ૧૮૯૧૨ પદભાંગા થાય છે.
* સાસ્વાદનગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંથી વૈમિશ્રયોગ વિનાના ૧૨ યોગે-૩૨ ઉદયપદ હોય છે. એટલે ૧૨ યોગ x ૩૨ ઉદયપદ = ૩૮૪ ઉદયપદ થાય છે તેમાંનું એક-એક ઉદયપદ ૨૪ પદોના સમુહવાળું છે એટલે ૩૮૪ ઉદયપદ x ૨૪ = ૯૨૧૬ પદભાંગા થાય છે.
સાસ્વાદનગુણઠાણે વૈક્રિયમિશ્રયોગે નપુંસકવેદ હોતો નથી. એટલે વૈક્રિયમિશ્રયોગના-૩૨ ઉદયપદમાંથી એક-એક ઉદયપદ ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (નપુંસક વિના) = ૧૬ પદોના સમુહવાળું છે. એટલે ૩૨ ઉદયપદ ૪ ૧૬ = ૫૧૨ પદભાંગા થાય છે. તેથી સાસ્વાદને કુલ ૯૨૧૬ + ૫૧૨ = ૯૭૨૮ પદભાંગા થાય છે.
૨૦૧