________________
ગાથાર્થ- ૨૨ના બંધકને ૩ સત્તાસ્થાન હોય છે. ર૧ના બંધકને એક જ ૨૮નું સત્તાસ્થાન હોય છે. ૧૭ના બંધકને ૬ સત્તાસ્થાન હોય છે. ૧૩ અને ૯ ના બંધકને ૫ સત્તાસ્થાન હોય છે.
પના બંધકને અને ૪ના બંધકને ૬-૬ સત્તાસ્થાન હોય છે. બાકીના ૩ વગેરે બંધકને ૫ સત્તાસ્થાન હોય છે અને બંધવિચ્છેદ થયા પછી ૪ સત્તાસ્થાન હોય છે.
વિવેચનઃ- મોહનીયની ૨૨ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિને ૨૮/૨૭/ર૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. તેમાંથી સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવેલા જીવને જ્યાં સુધી સ0મોની ઉદ્ધલના ન થાય ત્યાં સુધી ૨૮નું સત્તાસ્થાન હોય છે. સ0મો ની ઉલના કર્યા પછી ૨૭નું સત્તાસ્થાન હોય છે અને મિશ્રમોહનીયની ઉદ્ધલના કર્યા પછી ૨૬નું સત્તાસ્થાન હોય છે. એટલે ૨૨ના બંધક સાદિ મિથ્યાદષ્ટિને ૨૮/૦૭/ ૨૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ૨૨ના બંધક અનાદિમિથ્યાષ્ટિને ૨૬નું એક જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૨૧ પ્રકૃતિને બાંધનારા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. કારણ કે કોઈપણ જીવ ઉપશમ સમ્યકત્વેથી પડીને સાસ્વાદન ગુણઠાણે આવે છે. ત્યારે તેને ત્રણે દર્શનમોહનીયની સત્તા અવશ્ય હોય છે. એટલે ૨૧ના બંધકને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૧૭ પ્રકૃતિને બાંધનારા મિશ્રદૃષ્ટિને ૨૮/ર8 ૨૪ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. તેમાંથી ૨૮ની સત્તાવાળો જીવ સમ્યકત્વેથી કે મિથ્યાત્વેથી ૩જે આવે છે ત્યારે તેને ૨૮નું જ સત્તાસ્થાન હોય છે. સ0મોડની સંપૂર્ણ ઉઠ્ઠલના કર્યા પછી ૧લા ગુણઠાણેથી ૩જા ગુણઠાણે આવેલા જીવને ૨૭નું સત્તાસ્થાન હોય છે અને અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી સમ્યત્વેથી મિશ્ર આવેલા જીવને ર૪નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૭ના બંધક મિશ્રદષ્ટિને ૨૮/ર૭ર૪ (કુલ-૩)
૧૪૫