________________
+ સંપાદકીય છે
સપ્તતિકા નામના છઠ્ઠા કર્મગ્રન્થની વિવેચના પરમાત્મકૃપા તથા પૂજ્યશ્રી ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહી છે. આ ગ્રંથની વિવેચનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કેમ વિસરાય ?
ઓ ઉપકારી !સમરું ઉપકાર !કરુ ચરણે નમન હજાર ! * દિવ્યાશિષદાતા યુગમહર્ષિ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજીમહારાજા. * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનાર પૂ. ગુરુદેવશ્રી ૐકારસૂરિમહારાજા. * અપ્રમત્તયોગી પરમ નિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિમહારાજા. * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિમહારાજા.. * શાસ્ત્રસંશોધન પ્રેમી-સાહિત્યરસિક પૂજ્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા... કે વાંચના-વ્યાખ્યાન-અધ્યાપન-સંશોધનાદિ અનેક કાર્યની વચ્ચે પણ અમૂલ્ય સમય ફાળવીને છઠ્ઠા કર્મગ્રન્થનું સંપૂર્ણ મેટર સૂક્ષ્મદ્રષ્ટિથી તપાસી આપનારા સ્વાધ્યાયૂકલક્ષી પૂ. શ્રી અભયશેખરસૂરિ મહારાજા... સંસ્કારસુધાનું સિંચન કરવા દ્વારા અમ જીવનોદ્યાનને સ્વ-સાધનાની સૌરભથી સુવાસિત કરનારા પરમોપકારી પૂ. પિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી
મહારાજ... * લેખનકાર્યમાં આર્થિક સહયોગાદિની તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બધુમુનિરાજ શ્રી પંન્યાસ ભાગ્યેશ વિજયજી
મહારાજ સાહેબ તથા શ્રી મહાયશ વિજયજી મહારાજ સાહેબ * અહર્નિશ શુભાશિષદાતા દાદી ગુરુણીજી પૂ. મનકશ્રીજી મ. તથા સંયમ શિક્ષાદાત્રી પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. વિરતિવાટિકામાં સદાય આત્મારાધનના ઝુલે ઝુલાવીને આત્માનંદની આંશિક અનુભૂતિ કરાવનારા પૂ. ગુરુમાતાશ્રી રમ્યગુણાશ્રીજી મ. સર્વે પૂજ્યશ્રીના પાવનપાદપક્વમાં ભાવભીની વંદનવીથી.
પંડિતવર્યશ્રી ચંદ્રકાન્તભાઈ તથા આ પુસ્તકને પોતાનું માનીને સુંદર પ્રિન્ટીંગ કરી આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભુલાય ?
પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યશ્રીએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સહ વિરમુ છું.
- કૃપાકાંક્ષી રમ્યરેણુ...