________________
મુનિ શ્રી ઉદયવલ્લભ વિ.મ.ના વિ.સં. ૨૦૧૮ના ચાતુર્માસમાં આરાધના ભવનના આદેશોની બોલી રેકોર્ડ રૂપ થઈ ને કાર્યનો પ્રારંભ થયો. ને વિ.સં. ૨૦૬૧ના પૂજય ભક્તયોગી આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિજી મ.સા.ના ચાતુર્માસમાં પૂજ્યોની નિશ્રામાં પૂ. પં. શ્રી ભાગ્યેશવિજયજી મ. ની પ્રેરણાએ આરાધના ભવનના ઉદ્ઘાટન તથા આરાધના ભવનની બાકી રહેલ બોલીઓ પણ ભવ્ય થઇ. ને ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ વિ. સં. ૨૦૬૨ના માગસર સુદિ ૧૨ના શુભદિને આરાધના ભવનનું પૂજ્યોની નિશ્રામાં ઉદ્ઘાટન ભવ્ય રીતે સંપન્ન થયું. અમારા શ્રીસંઘમાં પાઠશાળા તથા આયંબિલશાળા પણ સુંદર ચાલી રહી છે ને હવે નજીકના ભવિષ્યમાં શ્રાવિકા આરાધના ભવન પણ ભવ્ય રીતે આકાર લેશે. શ્રાવિકા આરાધના ભવનનું ખનન પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારજાની પાવન નિશ્રામાં સંપન્ન થયું છે.
પૂજ્યોના ઉપકારનું ઋણ તો કેમ ચૂકવાય ?
પ્રસ્તુત છઠ્ઠા કર્મગ્રંથના પ્રકાશનનો લાભ પૂજ્યશ્રીની પ્રેરણાથી અમને પ્રાપ્ત થયો છે. અમો પૂજ્યોના અત્યંત ઋણી છીએ. આવી શ્રુતભક્તિ કરવાનો લાભ અમને મળતો રહે. પૂ. માતૃહૃદયા સાધ્વીજી શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ.બા.મ.) ના શિષ્યા પૂ. વિદુષી સા. શ્રી હર્ષગુણાશ્રીજી મહારાજે અત્યંત શ્રમ લઈ તૈયાર કરેલ આ કર્મગ્રંથો જૈન સંઘોમાં -તત્ત્વ અભ્યાસીવર્ગમાં ખૂબજ આદર પામેલ છે. અમારે ત્યાં ચાતુર્માસમાં તૈયાર થયેલ આ ગ્રંથનો લાભ અમને મળતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. પૂ. સાધ્વીજી મહારાજની આ શ્રુતભક્તિની અનુમોદના અંતઃકરણથી કરીએ છીએ...
લિ. શ્રી ઉમરા જૈન સંઘ
(તા.ક. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી
ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી કરવી.)